વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હેલિકોપ્ટરમાં ઉઘાડા પગે નતમસ્તક થઈ ભગવાન શ્રીરામના સૂર્ય તિલક ના કર્યા અદભુત દર્શન ભગવાન શ્રીરામની મૂર્તિ ને જોતા ની સાથે જ વડાપ્રધાન મોદીએ એવું કર્યું કે લોકો પણ મન ભરીને વખાણ કરવા લાગ્યા
રામ નવમી નો તહેવાર સમગ્ર ભારત સાથે સાથે અયોધ્યા ખાતે પણ ખૂબ જ ધામથી ઉજવવામાં આવ્યો હતો જેમાં ભારતના ખૂણે ખૂણેથી અનેક ભક્તો જન્મોત્સવમાં હાજર રહી ભગવાન શ્રીરામના દર્શન કર્યા હતા. આ સાથે 500 વર્ષ બાદ ભગવાન શ્રીરામના મસ્તક પર સૂર્ય તિલક કરવામાં આવ્યું હતું. આ સૂર્ય તિલક અરીસો અને લેન્સની મદદ લઈ કરવામાં આવ્યું હતું. જેમાં ખૂબ જ અદભુત સિસ્ટમ ગોઠવવામાં આવી હતી. ભક્તો પણ ભગવાન શ્રીરામના મસ્તક પર અદભુત દ્રશ્ય જોઈએ ભાવુક થઈ ગયા હતા.
ભારત ના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ચૂંટણી કાર્યમાં વ્યસ્ત હોવા છતાં પણ ટેબલેટ દ્વારા ભગવાન શ્રીરામના સૂર્ય તિલકના અદભુત દર્શન કર્યા હતા. ત્યારબાદ તેઓ ભાવુક પણ જોવા મળ્યા હતા. જોકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રામ મંદિરને બનાવવા માટે અથાગ સંઘર્ષ કર્યા છે. ત્યારે આજે દરેક ભક્તોએ ભગવાન શ્રીરામના મસ્તક પર સૂર્ય તિલક નું અદભુત દ્રશ્ય પોતાના હ્રદયમાં કેદ કર્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજનીતિ ક્ષેત્રે સફળ હોવા છતાં પણ પોતાના સંસ્કાર અને સંસ્કૃતિને ક્યારેય ભૂલ્યા નથી તે આ દ્રશ્ય દ્વારા સાબિત થાય છે. આ બાદ પીએમ મોદીએ દર્શન કર્યા બાદ જય શ્રી રામના નારા લગાવ્યા તથા સમગ્ર દેશની જનતાને સૂર્ય તિલકના દર્શન કરવા માટે જણાવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વ્યસ્ત હોવા છતાં પણ હેલિકોપ્ટરમાં બેસી ટેબલેટ દ્વારા સૂર્ય તિલકના દર્શન કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના બુટ ઉતારી આ દર્શનનો લાભ લીધો હતો. સમગ્ર દેશની જનતા સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ અનોખા પળ ના સાક્ષી બન્યા હતા.
નરેન્દ્ર મોદીએ ભગવાન શ્રીરામની મૂર્તિ જોતા ને સાથે જ દંડવત પ્રણામ કર્યા હતા. લગભગ ચારથી પાંચ મિનિટ સુધી ભગવાન શ્રીરામના મસ્તક પર સૂર્ય તિલક કરવામાં આવ્યું હતું. હાલ માં તો આ તસવીરો દરેક લોકોના દિલ જીતી રહી છે.