કેદારનાથમાં હેલિકોપ્ટર દુર્ઘટનાને કારણે છ જેટલા મુસાફરોના જીવ જોખમમાં મુકાયા, વાયરલ વિડીયો ના દ્રશ્યો તમને ધ્રુજાવી દેશે

આપણા ભારત દેશમાં ચારધામની યાત્રાનું અનેરૂ મહત્વ છે આ યાત્રા માટે અનેક ભક્તો હાલમાં ખૂબ મોટી સંખ્યામાં જઈ રહ્યા છે. પરંતુ આ દરમિયાન ચારધામની યાત્રામાં અનેક અવ્યવસ્થાના વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે જેને કારણે આવનારા સમયમાં ચારધામની યાત્રાએ જનારા ભક્તોમાં પણ ભારે ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. આ સમય વચ્ચે વધુ એક દુર્ઘટનાની ખબર સામે આવી છે જેમાં હેલિકોપ્ટરમાં અચાનક ખરાબ આવતા સંતુલન ખોવાયું હતું પરંતુ આ ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.

આ ઘટનામાં હેલિકોપ્ટરમાં અચાનક ખરાબ આવતા ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. જોકે આ ખરાબીના કારણે અનેક લોકોના જીવ જોખમમાં મુકાયા હતા પરંતુ સમયસર લેન્ડિંગ થયું હોવાથી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. આ હેલિકોપ્ટરમાં છ જેટલા મુસાફરો સામે હતા. તમામ લોકોના થોડીવાર માટે જીવ અધ્ધર થઈ ગયા હતા પરંતુ તેને તાત્કાલિક લેન્ડિંગ કરી દેવામાં આવ્યું હતું. અત્યાર સુધી અનેક અવ્યવસ્થાને લઇ સવાલ ઊભા થયા છે પરંતુ હેલિકોપ્ટર ની આ ઘટનાને કારણે મામલો વધુ ગરમ થયો હતો.

અત્યાર સુધી ચારધામની યાત્રામાં 25,000 કરતાં પણ વધારે શ્રદ્ધાળુ આવી ચૂક્યા છે. પરંતુ તમામ લોકોને ભારે અવ્યવસ્થાનો સામનો કરવો પડી રહ્યો છે થોડા સમય પહેલા સુરતના યુવાને વીડિયોના માધ્યમ દ્વારા ચારધામની યાત્રાને લઇ અનેક મુશ્કેલીઓનું વર્ણન કર્યું હતું. હાલમાં તો હેલિકોપ્ટર ની આ ઘટનાએ દરેક ભક્તોની ચિંતામાં વધારો કરી દીધો છે.

આ હેલિકોપ્ટર તમામ મુસાફરોને લઈ કેદારનાથ તરફ જઈ રહ્યું હતું પરંતુ અચાનક હેલિકોપ્ટરમાં ખામી સર્જાતા હેલિકોપ્ટર એ પોતાનો કાબો ગુમાવ્યો હતો. પાયલોટે તાત્કાલિક કેદારનાથ નજીક માટીના વિસ્તારમાં હેલિકોપ્ટર ને યોગ્ય સમયે લેન્ડ કર્યો હોવાથી તમામ મુસાફરોનો બચાવ થયો હતો આ સાથે હેલિકોપ્ટરમાં સવાર થયેલ તમામ મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો. પરંતુ આ સુરક્ષા સામે અનેક સવાલો ઊભા થયા છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *