ધન્ય છે ભારતની સંસ્કૃતિ!!યુક્રેનથી આવેલા આના બહેને આહિર સમાજના પહેરવેશમાં કચ્છની ધરતીમાં કરાવ્યું અનોખું ફોટોશુટ ભારતીય સંસ્કૃતિના કર્યા મન ભરીને વખાણ તસવીરો જોઈ લોકો પણ બોલી ઉઠ્યા કે…..
આપણી ભારતીય સંસ્કૃતિ ખૂબ જ વિશાળ અને સમૃદ્ધ છે આ જ કારણથી વિદેશના લોકો પણ આજના સમયમાં ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારોને ખૂબ જ નજીકથી જોઈ તેને પસંદ કરી રહ્યા છે.
કારણ કે ભારતીય સંસ્કૃતિના મૂળ ખૂબ જ મજબૂત છે અને આ જ કારણથી આજે આપણો ભારત દેશ સંસ્કૃતિ ક્ષેત્રે સમગ્ર વિશ્વમાં ડંકો વગાડી રહ્યું છે. વિદેશના લોકો જ્યારે પણ ભારત પ્રવાસ પર આવે છે ત્યારે અહીંના સંસ્કૃતિના વારસાના વખાણ મન ભરીને કરતા હોય છે તો ઘણા લોકો ભારતીય સંસ્કૃતિને જ અપનાવી લેતા હોય છે.
આવી જ વાત યુક્રેનથી આવેલા આના બેન સાથે બની હતી કે જેઓ આહીર સમાજ ના લગ્ન નિમિત્તે ભારત પધાર્યા હતા ત્યારે તેમને આહિર સમાજની સંસ્કૃતિ અને તેનો પહેરવેશ ખૂબ જ પસંદ આવ્યો હતો. તેથી તેને આહીર સમાજનો પહેરવેશ પહેરી કચ્છના અનેક સ્થળોની મુલાકાત લીધી હતી તથા તેના વારસા વિશેની પણ માહિતી મેળવી હતી આબા તેમને ફરીવાર ભારત પધારી ભારતીય સંસ્કૃતિને નજીકથી જાણવાની તથા આહિર સમાજના લગ્નમાં પધારવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ હતી તેમાં અનેક લોકોએ ખૂબ લાયક અને કોમેન્ટ કરી ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ગર્વ નો અનુભવ કર્યો હતો.
વાયરલ તસવીરોમાં આપ જોઈ શકો છો કે યુક્રેનથી આવેલા આના બહેન આહીર સમાજનો પહેરવેશ પહેરી કચ્છના રણમાં જોવા મળી રહ્યા છે તેમને અનેક તસવીરો પણ લીધી હતી. ભારતીય સંસ્કૃતિના મન ભરીને વખાણ કર્યા હતા.
કચ્છની ધરતીમાં તેમને બે દિવસ જેટલો સમય વિતાવ્યો હતો. આ બે દિવસ તેમની જીવનના ખૂબ જ અમૂલ્ય દિવસોમાંના એક હતા. હાલમાં તો આ તસવીર સોશિયલ મીડિયામાં ખૂબ જ ધૂમ મચાવી રહી છે જેમાં અનેક લોકો આના બહેનના મન ભરીને વખાણ કરી રહ્યા છે.