ચટપટી કોમેડી થી પ્રખીયાત થનાર “નીતિન જાની” એટલે કે “ખજુર ભાઈ” નું હાઈ ફાઈ ઘર…તસવીરો જોઇને આંખો પહોળી થઇ જશે
સોશિયલ મીડિયા પર શરૂઆતમાં ખજૂર ભાઈ તરીકે પ્રખ્યાત નીતિન જાનીએ એટલી સેવા કરી છે કે લોકો તેને ભગવાન માની રહ્યા છે. એક સમય હતો જ્યારે નીતિન જાનીને લોકો ખજૂર તરીકે ઓળખતા હતા. પરંતુ હવે લોકો તેની મદદ કરીને વધારે પ્રખ્યાત કર્યો છે. સૌરાષ્ટ્રમાં જ્યારે વાવાઝોડું આવ્યું હતું ત્યારે હજારો લોકોના ઘર તબાહ થઈ ગયા હતા. નિતીન જાનીએ ગામડે ગામડે જઈને લોકોના ઘર બનાવવામાં મદદ કરી જેનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો. નવાઈની વાત તો એ છે કે લોકોને પેટ પકડીને હસાવતા નીતિન જાની નું આ રૂપ જોઈને લોકો વખાણ કરતા રહી ગયા.
ગુજરાતમાં નીતિન જાનીને લોકો ખજૂર ભાઈ ના નામથી ઓળખે છે. વાવાઝોડા ના કારણે તૂટેલા ઘરને ફરીથી બનાવી આપનાર નીતિન જાની નું ઘર પણ આલિશાન છે. નિતીન જાની લેક સિટીમાં આવેલા એક બંગલામાં પરિવાર સાથે રહે છે. લેક સિટીમાં નીતિન જાનીનો ખૂબ જ હાઈફાઈ બંગલો આવેલો છે.
નીતિન જાનીએ પોતાના મોટાભાઈ અને સાથી કલાકાર તરુણ જાની સાથે રહે છે. નિતીન જાની નું બીજું ઘર પૂનામાં આવેલું છે અને જ્યાં તેની પત્ની રહેતી હતી. તેની પત્ની પુનામાં પ્રોફેશનલ નોકરી તરીકે કામ કરતી હતી.
નિતીન જાની ની વાત કરીએ તો તેનો જન્મ 1985 માં સુરતના એક પરિવારમાં થયો હતો. ખજૂર ભાઈ ના પિતા કથાકાર હતા. નિતીન જાનીએ સુરતમાં જ ધોરણ 12 સુધી અભ્યાસ કર્યો. તેના પરિવારમાં ચાર પાયાને ત્રણ બહેનો છે. ત્યાર પછી નીતિન જાની નો પરિવાર સુરત થી બારડોલી શિફ્ટ થઈ ગયો. ખજૂર ભાઈએ બારડોલીમાં BCA નો અભ્યાસ કર્યો અને માસ્ટર ડિગ્રી માટે પુનામાં ગયો. આઇટી પ્રોફેશનલ તરીકે નોકરી શરૂ કરી જેમાં તેણે રસ પણ દાખવ્યો હતો. આઇટી કંપનીમાં નોકરી કરતી વખતે 2012માં તેને ટીવી શો bigg boss માં કામ કરવાની તક મળી.
Bigg boss માં કામ કર્યા પછી 70000 નો પગાર છોડી દીધો અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં માત્ર 12000 ના પગાર સાથે કામ શરૂ કરી. શરૂઆતમાં ખજૂર ભાઈ ને મેનેજમેન્ટ પ્રોડક્શન અને આઇટી નું કામ અને ત્યાર પછી લેખક તરીકે સ્ક્રીપ લખવાની શરૂઆત કરી.
નીતિન જાનીના કામની વાત કરવામાં આવે તો તેને bigg boss ઉપરાંત ઝલક દિખલાજા, સાવધાન ઈન્ડિયા, ઈન્ડિયા ગોટ ટેલેન્ટ અને kbc માં પણ કામ કરી ચૂક્યા છે. ત્યાર પછી તે ફિલ્મ પણ ડિરેક્ટર કરી જેનું નામ હતું “આવું જ રહેશે.”
પોતાની ફિલ્મના પ્રમોશન માટે ખજૂર અને જીગલી ના વિડીયો બનાવવાનું શરૂ કર્યું. બંને પાત્રોના કારણે જોરદાર સફળતા મળી અને રાતોરાત નીતિન જાની સ્ટાર બની ગયો. લોકોનો ખૂબ જ રિસ્પોન્સ મળતા નિતીન જાનીએ જીગલી ખજૂરના કોન્સેપ્ટ ચાલુ રાખવાનું નિર્ણય કર્યો. જીગલી અને ખજુરને facebook તેમજ youtube પર જોરદાર પ્રતિસાદ મળ્યો. ત્યારબાદ નીતિન જાનીએ પોતાની નવી ટીમ બનાવીને વિડીયો બનાવવાનું શરૂ રાખ્યું. હાલ ખજૂર ભાઈ ખજૂર ના વિડીયો ઉપરાંત બે બીજી youtube ચેનલ ચલાવે છે જેના વીડિયોમાં લાખો વ્યુસ મળતા હોય છે.