હોળી રમનારા થઈ જજો સાવધાન અંબાલાલ પટેલે હવામાનને લઈ કરી સૌથી મોટી આગાહી હોળીના ખેલૈયાઓમાં ચિંતા નો માહોલ
હાલ સમગ્ર ગુજરાત રાજ્યમાં તાપમાનનો પારો સતત વધી રહ્યો છે થોડા સમય પહેલા ઉનાળો આવી ગયો હોવા છતાં પણ ઠંડીનું જોર સતત વધી રહ્યું હતું પરંતુ થોડા સમયથી ઉનાળાના દિવસો શરૂ થઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે. લોકોને આખરી ઠંડીનો અહેસાસ થયા બાદ હવે ગરમીનું જોર સતત વધી રહ્યું છે. ત્યારે રવિવારે 12 શહેરનું તાપમાન 35 ડિગ્રી કરતાં પણ વધારે જોવા મળ્યું હતું જેમાં ગુજરાતનું સૌથી ગરમ શહેર નલિયા બન્યું હતું.
જોકે ગુજરાતના દરેક શહેરોમાં ગરમીનું તાપમાન સતત વધી રહ્યું છે જેને લઈને અંબાલાલ પટેલે પણ સૌથી મોટી આગાહી કરી છે. આગાહી સાથે અનેક લોકો ખૂબ ચિંતામાં મુકાયા છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ ના જણાવ્યા અનુસાર 22 માર્ચ સુધી ગરમી સતત વધી શકે છે સૌથી વધુ તાપમાન 40 ડિગ્રી કરતાં પણ વધારે જઈ શકે છે 22 માર્ચ બાદ ગરમીનું પ્રમાણ ઘટવાની શક્યતા છે પરંતુ દરેક લોકોને 22 માર્ચ સુધી સૌથી વધારે તાપમાનનો અહેસાસ કરવો પડશે ગુજરાતના અનેક શહેરોમાં 45 ડિગ્રી કરતાં પણ વધારે તાપમાન નોંધાઈ શકે છે.
મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે જ્યારે પર્વતીય વિસ્તારમાં 21 થી 22 માર્ચ દરમિયાન સૌથી વધારે ગરમી પડી શકે છે જેને લઈને પર્વત વાળા વિસ્તારમાં રહેતા લોકોમાં પણ ચિંતા નો માહોલ ઉભો થયો છે. જોકે હવે થોડા સમયમાં હોળી ધૂળેટીનો તહેવાર આવવા જઈ રહ્યો છે ત્યારે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર હોળી ધુળેટી બાદ પણ ગરમીનું પ્રમાણ વધી શકે છે.
ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં કમોસમી વરસાદની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે સૌરાષ્ટ્ર અને ખેડૂતોમાં પણ ચિંતા નો માહોલ ઉભો થયો છે. હવે જોવાનું એ રહ્યું કે આવનારા સમયમાં ગરમીનું પ્રમાણ કેટલું વધી શકે છે. હાલમાં તો અંબાલાલ પટેલ ના જણાવ્યા અનુસાર ગુજરાતના કેટલાક ભાગોમાં ખૂબ જ વધારે ગરમી અને આકરા તડકાનો અનુભવ થશે તેવું કહી રહ્યા છે.