અભિનેત્રી જેકલીને મુંબઈના દરિયા કિનારે જાતે કચરો ઉઠાવી પર્યાવરણ દિવસની ઉજવણી કરી જુઓ વાયરલ તસવીરો
આપણે સૌ લોકો જાણીએ છીએ કે બોલીવુડની અભિનેત્રી જેકલીન એ અનેક હિન્દી ફિલ્મોમાં અભિનય કરી દરેક ફિલ્મને સુપરહિટ બનાવ્યા છે. આ સાથે સાથે તેનો અભિનય પણ લોકોને ખૂબ જ પસંદ આવે છે આ કારણથી જ આજે જેટલી લાખો લોકોના દિલમાં રાજ કરી રહી છે.
તેમના ચાહકો માત્ર ભારતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં રહેલા છે અને તેમને દરેક ફિલ્મમાં ખૂબ સાથ સહકાર અને પ્રેમ આપે છે આ કારણથી જ જેકલીન ફિલ્મ ઇન્ડસ્ટ્રી ક્ષેત્રે અનેક સફળતાના શિખરો પ્રાપ્ત કરે છે. અભિનેત્રી સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ રહે છે અને અવારનવાર અનેક તસવીરો શેર કરતી હોય છે જેમાં તેના ચાહકો દ્વારા ખૂબ લાયક અને કોમેન્ટ જોવા મળે છે.
અભિનેત્રી પોતાના મોટાભાગનો સમય ફિલ્મ અને સોશિયલ વર્ક પાછળ પસાર કરે છે અભિનેત્રીને સોશિયલ વર્ક ખૂબ જ પસંદ છે આ કારણથી જ અવારનવાર આવા કાર્યોમાં જોવા મળે છે. તેણે થોડા સમય પહેલા જ બીચ પ્લેસ ઇન્ડિયા ની સમગ્ર ટીમ સાથે મળી મુંબઈના દરિયાકિનારે જાતે કચરો ઉઠાવી સાફ-સફાઈ કરી હતી જેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ હતી આ કાર્ય સાથે તેને સાફ સફાઈમાં પોતાનું મહત્વનું યોગદાન આપ્યું હતું અને પર્યાવરણ દિવસની શાનદાર રીતે ઉજવણી કરી હતી.
આપને જણાવી દઈએ કે બીચ પ્લેસ ઇન્ડિયા ની ટીમ દરિયા કિનારે સાફ-સફાઈ નું કાર્ય કરે છે આ ટીમ સાથે અભિનેત્રીએ સાફ-સફાઈ કરી પોતાનું મહત્વનું યોગદાન આપ્યું હતું આટલી મોટી અભિનેત્રી એવા છતાં પણ પોતે કચરો ઉઠાવી દરિયા કિનારાની સાફ-સફાઈ કરી હતી. આ વાત તેમના દરેક ચાહકોને ખૂબ જ પસંદ આવી હતી અને સોશિયલ મીડિયામાં તસવીરો વાયરલ થતાની સાથે જ અભિનેત્રીના મન ભરીને વખાણ કર્યા હતા. વાયરલ તસવીરોમાં જોઈ શકો છો કે બીચ પ્લેસ ઈન્ડિયાની સમગ્ર ટીમ સાથે સાફ-સફાઈ બાદ ફોટોગ્રાફી પણ કરાવી હતી અને બાળકો સાથે પણ પોતાનો સમય પસાર કર્યો હતો.
આ કાર્ય કરતી વખતે અભિનેત્રી ખૂબ જ ખુશ જોવા મળી રહી છે આ તસ્વીરને અત્યાર સુધી પાંચ લાખ કરતાં વધારે લાઇક અને 3000 કરતા વધારે કોમેન્ટ મળી ચૂકવી છે લોકોએ કોમેન્ટ દ્વારા અભિનેત્રીની સાદગી ના મન ભરીને વખાણ કર્યા હતા આટલી મોટી અભિનેત્રી હોવા છતાં પણ દરિયા કિનારે કચરો ઉઠાવી પર્યાવરણને બચાવવામાં પોતાનો મહત્વનો ફાળો આપી રહી છે.