હું તમને વિનંતી કરું છું કે ભાજપ વાળાઓને ઘર ભેગા થઈ દાખલો કઢાવવાનો ટાઈમ આવી ગયો છે – ગોપાલ ઇટાલીયા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે ત્યારે આમ આદમી પાર્ટી એક પછી એક પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી રહી છે. આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા ને પણ સુરતના કતારગામ વિધાનસભા થી ઉમેદવાર તરીકે પસંદ કરાયા છે. સુરતમાં આ વખતે આમ આદમી પાર્ટીની આઠ સીટો આવશે તેઓ તેમને વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ગોપાલ ઇટાલીયા આજે માંગરોળમાં રોડ શો કર્યો હતો. લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. ગોપાલ ઇટાલીયાએ રાત્રે સુરતના કતારગામ વિસ્તારમાં જનસભા પણ કરી હતી.
આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ અને કતારગામ વિધાનસભાના ઉમેદવાર ગોપાલ ઇટાલીયા આ કાર્યક્રમમાં જનતાને સંબોધતા કહે છે કે, આખા ગુજરાતની અંદર આજે આમ આદમી પાર્ટી એક મજબૂત વિકલ્પ બનીને ઉભરી આવી છે. લોકોનો એક જ ભરોસો છે કે કંઈક સારું થાય, કાંઈક નવું થશે, જે જોઈતું હતું એ થશે. ગોપાલ ઇટાલીયા એ જણાવ્યું કે 27 વર્ષથી ભાજપ વાળા પહેલા EVMના રોતડા રોતા હતા. આ વખતે અમને આમ આદમી પાર્ટીના નામે રોતડા રોવાનું ચાલુ કર્યું છે કે આમ આદમી પાર્ટી આવશે તો અમારા વોટ કપાઈ જશે.
કોંગ્રેસ અને ભાજપ મળીને જનતાના ખિસ્સા કાપી નાખ્યા છે, તેને કોઈ પૂછતું નથી, બસ એમને એ જ ચિંતા છે કે એમના વોટ કપાઈ જશે. સુરતની જનતાએ વિશ્વાસ કર્યો અને કોર્પોરેશનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 27 સીટ અપાવી. ત્યાર પછી સુરતમાં કામ થવાનું ચાલુ થયું. સુરતમાં આમ આદમી પાર્ટી વિરોધ પક્ષમાં બેઠી છે એટલા માટે પાછલા એક વર્ષથી બ્રિજની નીચે કચરો જોવા મળતો નથી, રોડ રસ્તાઓ થીક કરવામાં આવે છે અને બીજા પણ ઘણા કામો થાય છે. એમને વિશ્વાસ છે કે જો સુરતમાં બદલાવ આવી શકે તો આખા ગુજરાતમાં બદલાવ આવી શકશે.