આંધી વંટોળનો સામનો કરવા તૈયાર રહેજો…ભારે ઉનાળા વચ્ચે ગુજરાતમાં આવી શકે છે સૌથી મોટું વાવાઝોડું અંબાલાલ પટેલે વ્યક્ત કરી આગાહી
હાલના સમયમાં તમામ ગુજરાતવાસીઓ ભારે ગરમી નો સામનો કરી રહ્યા છે. આ ગરમીમાંથી છુટકારો મેળવવા માટે હવામાન વિભાગ તરફથી એક આગાહી કરવામાં આવી છે તેમાં જાણવામાં આવી રહ્યું છે કે આવનારા સમયમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે.
હાલમાં એપ્રિલ મહિનો શરૂ થઈ ચૂક્યો છે ત્યારે ગરમીનું જોર દિવસેને દિવસે સતત વધી રહ્યું છે ત્યારે હવે તમામ ગુજરાતવાસીઓ આ ગરમીમાંથી છુટકારો મેળવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે તેવામાં હવામાન વિભાગ સાથે સાથે અંબાલાલ પટેલે પણ આગાહી વ્યક્ત કરી છે. એપ્રિલ માસના અંતે ગુજરાત તરફ વાવાઝોડાની પણ શક્યતા દર્શાવવામાં આવી રહી છે આ વાવાઝોડામાં વંટોળ સાથે ભારે પવન ફૂંકાઈ શકે છે જેમા ગુજરાતમાં અનેક વિસ્તારો ભોગ બનવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે.
આ વાવાઝોડા સાથે ગુજરાતમાં વરસાદનું આગમન પણ થઈ શકે છે. આ વર્ષે વરસાદ સમય કરતા વહેલા આગમન કરી શકે છે જેને કારણે અનેક ખેડૂત વર્ગને ભારે નુકસાનનો સામનો પણ કરવો પડે છે કારણ કે ખેડૂતોને પાક વાવવામાં ઓછો સમય મળે છે જેથી કરીને પાક બગાડવાની પણ સંભાવના જોવા મળે છે. અંબાલાલ પટેલ વધુ જણાવી રહ્યા છે કે એપ્રિલ મહિનામાં વાતાવરણમાં અનેક ફેરફારો જોવા મળી શકે છે આ સાથે ભારે પવન સાથે વરસાદ પણ ગુજરાતમાં ત્રાટકી શકે છે.
એપ્રિલ ના બીજા અઠવાડિયામાં ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડવાની શક્યતા છે જેને કારણે અનેક વિસ્તારોમાં પૂર જેવી પણ પરિસ્થિતિ સર્જાઇ શકે છે. હાલમાં તો અનેક શહેરોમાં 45 ડિગ્રી કરતાં પણ વધારે તાપમાન નોંધાઈ રહ્યું છે જેને કારણે અનેક ગુજરાતવાસીઓ હાલમાં ભારે ગરમીનો સામનો કરી રહ્યા છે. આવનારા સમયમાં કચ્છની આસપાસના વિસ્તારોમાં ભારે ગરમી પડી શકે છે તેવી પણ આગાહી આંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે
આ વર્ષે ચોમાસુ પણ સારું જાય તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે પરંતુ એપ્રિલ અને મે મહિનામાં વરસાદ અનેક વિસ્તારોમાં છૂટો છવાયો પડી શકે છે જેને કારણે પ્રિમોન્સુંની સ્થિતિ પણ સર્જાઈ શકે છે હાલમાં તો અંબાલાલ પટેલે આવનારા સમયમાં વરસાદ અને ગરમીને લઈ અનેક આગાહીઓ વ્યક્ત કર્યો છે જેથી કરીને જનજીવન પણ સતર્ક થઈ ચૂક્યું છે.