IPL 2024 માં CSK અને KKR વચ્ચે યોજાયેલી મેચમાં રવિન્દ્ર જાડેજા અને મહેન્દ્રસિંહ ધોનીએ મેદાનમાં કંઈક એવું કર્યું કે ચાહકો પણ વખાણ કરવા લાગ્યા – જુઓ વાયરલ વિડિયો
હાલમાં સમગ્ર ભારત દેશમાં ipl ની ધૂમ ચાલી રહી છે. દરેક ટીમ મેદાનમાં સારું પરફોર્મન્સ કરી ફાઈનલ જીતવાના પ્રયાસો કરી રહી છે તેમાં પણ રમતના મેદાનમાં અનેક એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જે સૌને વિચારવા મજબૂર કરી દેતા હોય છે. આવી જ એક વાત ચેન્નઇ સુપરકિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ ની મેચમાં બની હતી. આ ઘટના એવી બની કે તમામ મેચ જોનારા દર્શક મિત્રોને પણ આશ્ચર્યચકીત કરી દીધા હતા. જ્યારે સીએસકે ની ટીમ બેટિંગ કરી રહી હતી અને તેને માત્ર ત્રણ રનની જરૂર હતી ત્યારે સી એસ કે ના ડ્રેસિંગરૂમમાં એવી ઘટના બની કે તમામ ચાહકો ચોકી ગયા.
આ મેચમાં કેકેઆર એ પ્રથમ બેટિંગ કરતા 137 રન બનાવ્યા હતા. ત્યારબાદ સીએસકે 138 રન બનાવતી વખતે 17 મી ઓવરમાં શિવમ દુબે ની વિકેટ ગુમાવી દીધી હતી ત્યારબાદ બેટિંગ કરવા માટે સીએસકે ના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા તૈયાર થઈ બેઠા હતા પરંતુ ડ્રેસિંગરૂમમાં હેલ્મેટ તથા બેટ સાથે મહેન્દ્રસિંહ ધોની પણ તૈયાર હતા. પરંતુ જાડેજા ને બેટિંગ કરવા જતા અટકાવવામાં આવ્યો હતો અને તેની જગ્યાએ મહેન્દ્રસિંહ ધોની મેદાનમાં ઉતાર્યા હતા.
આબાદ મેચ પછી જ્યારે જાડેજા ને પૂછવામાં આવ્યું કે તમે આવું શા માટે કર્યું ત્યારે તેણે કહ્યું કે તમામ લોકો આજે ધોનીને જોવા માટે આવ્યા છે જો તે ધોનીને બેટિંગ કરતા જોશે તો ટિકિટના પૈસા પણ વસૂલ થઈ જશે અને મેચ જોવામાં પણ લોકોને ખૂબ મજા આવશે.
આ બાદ જ્યારે એમ એસ ધોની મેદાનમાં ઉતર્યા ત્યારે મેદાનમાં એટલો અવાજ થતો હતો કે કેકેઆરના ઓલરાઉન્ડર આંદ્રે રસલ ને પોતાના કાન બંધ કરી દેવા પડ્યા હતા. આ મેચમાં રવિન્દ્ર જાડેજા એ પોતે ન જાય મહેન્દ્રસિંહ ધોનીને રમવા માટે આમંત્રિત કર્યા હતા. આ જ વાત તમામ સીએસકે ના ચાહકોને ખૂબ જ ગમી હતી. અને તમામના દિલ રવિન્દ્ર જાડેજાએ જીતી લીધા હતા. આ જ વાતથી કહી શકાય કે સીએસકે નું મૂળ મહેન્દ્રસિંહ ધોનીના હાથમાં રહેલું છે. તમામ ચાહકો સીએસકે ની દરેક મેચમાં તેમને જોવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં આવતા હોય છે. હવે જોવાની એ રહ્યું કે આવનારા સમયમાં સીએસકે કેવું પર્ફોર્મન્સ કરી શકે છે.આ વર્ષે તમામ સીએસકેના ચાહકો ફાઇનલ જીતવા માટે ખૂબ જ ઉત્સુક છે.
Jaddu's cute tease and Thala's fan-service entry! What an explosive experience 😭💛 This is what we're here for 💥💛#Thala #Dhoni #MSDhoni #CSK #CSKvKKR pic.twitter.com/lUiOMyMJfV
— Anirudh (@anirudhsriraman) April 8, 2024