આ તે કેવા વળી કેવા લગ્ન!! રાજકોટમાં થનારા લગ્નમાં જાનૈયાઓને અપાશે સ્મશાનમાં ઉતારો કોઈ મુરત કે ચોઘડિયા વગર થશે લગ્ન કાળા કપડા પહેરી દુલ્હન કરશે વરરાજા નું સ્વાગત
આપણી આસપાસ અનેક લોકો અજબ-ગજબ લગ્ન કરતા હોય છે ઘણીવાર કોઈ લગ્ન વિશે વાત સાંભળીને આપણને નવાઈ લાગતી હોય છે આપણી ભારતીય સંસ્કૃતિમાં લગ્ન એ ખૂબ જ પવિત્ર સંબંધ માનવામાં આવે છે તેથી જ લોકો આ ક્ષણને યાદગાર બનાવવા માટે અનોખી રીતે લગ્ન કરતા હોય છે.
આવા જ એક લગ્ન રાજકોટના રામોદ ગામે આયોજિત થવા જઈ રહ્યા છે આ લગ્ન વિશે તમે પણ સાંભળીને થોડીવાર માટે વિચારમાં પડી જશો. આ લગ્ન કોઈ મોંઘા ફાર્મ કે વિલામા નહીં પરંતુ સ્મશાનમાં યોજાશે. રામોદ ગામમાં રહેતા પાયલ રાઠોડ ના લગ્ન જયેશ સરવૈયા સાથે થવા જઈ રહ્યા છે. રામનવમી ના પાવન પર્વ નિમિત્તે પાયલ રાઠોડ ની જાન આવશે જાનૈયા નો ઉતારો કોઈ ઘરમાં નહીં પરંતુ સ્મશાનમાં અપાવવા જઈ રહ્યો છે. આ લગ્ન ભારતીય સંસ્કૃતિ વિરુદ્ધ થઈ રહ્યા છે કારણકે આ લગ્નમાં લગ્નના મુરત ચોઘડિયા જોયા વિના ઉંધા ફેરા ફરી લગ્ન યોજાશે.
લગ્નમાં દુલ્હન સજીને નહીં પરંતુ કાળા કપડા પહેરીને દુલ્હા નું સ્વાગત કરશે. આ બાદ લગ્ન જીવનના સોગંદ નહિ પરંતુ અગ્નિની સાક્ષી બંધારણના સોગંદ લેશે. યુવતીના પરિવારજનો એ જણાવ્યું હતું કે અમારો પ્રયાસ ખોટી માન્યતાઓને ખંડિત કરવાનો છે તેથી જ અમે સ્મશાનમાં ઉતારો આપવા જઈ રહ્યા છીએ.
આ લગ્ન પરથી અમારો પ્રયાસ સમાજમાં રહેલી ખોટી માન્યતા દૂર કરવાનો છે. હાલમાં તો આ લગ્ન સોશિયલ મીડિયામાં એક ચર્ચા નો વિષય બની ગયા છે જેમાં લોકો કોમેન્ટ દ્વારા પોતાના અલગ અલગ મંતવ્યો દર્શાવી રહ્યા છે.