આને કહેવાય સાદગી!! ચૂંટણીના માહોલ વચ્ચે વડાપ્રધાન મોદીએ ગુરુદ્વારામાં માથું નમાવી આશીર્વાદ પ્રાપ્ત કર્યા, સામાન્ય માણસની જેમ રોટલી બનાવી લોકોના દિલ જીતી લીધા
હાલમાં સમગ્ર દેશભરમાં ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે. રાજકારણ સાથે જોડાયેલા તમામ પાર્ટીના નેતાઓ ચૂંટણીના કાર્યમાં વ્યસ્ત છે. આ માહોલ વચ્ચે ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી બિહારના પ્રવાસે પહોંચ્યા હતા જ્યાં તેમને ભવ્ય પ્રચાર કર્યો હતો. આ સાથે સાથે ભારતના વડાપ્રધાન મોદી સાહેબ ક્યારે પણ સેવાનો અવસર ચૂકતા નથી આ જ કારણથી તેની લોકપ્રિયતામાં દિવસેને દિવસે વધારો થતો જાય છે.

વડાપ્રધાન બિહારના પ્રવાસ દરમિયાન ગુરુદ્વારમાં માથું નમાવી પોતાની જીત માટે આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા સાથે સાથે તેણે લંગારની સામાન્ય માણસ બની સેવા આપી હતી. ગુરુદ્વારામાં પહોંચી વડાપ્રધાન મોદીએ લંગર બનાવી તમામ લોકોને લંગર પીરસ્યું હતું. વડાપ્રધાન મોદી ની આ સાદગી એ દરેક લોકોના દિલ જીતી લીધા હતા.

વડાપ્રધાન મોદી અન્ય સભાઓને પણ સંબોધવા માટે તૈયાર છે. વડાપ્રધાન મોદી ની આ સેવાની અનેક તસવીરો અને વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયા હતા. જેમાં મોદીના ચાહકોએ ખૂબ લાયક અને કોમેન્ટ કરી તેમની સાદગીના વખાણ કર્યા હતા. ગઈકાલે થયેલ પટનાના રોડ શોમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો વડાપ્રધાન મોદીને સમર્થન આપવા માટે પહોંચ્યા હતા.

વડાપ્રધાન મોદીએ પટનાવાસીઓનો ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો સાથે સાથે ગુરુદ્વાર સાથે જોડાયેલા ટ્રસ્ટી ગણવાનો પણ આભાર વ્યક્ત કર્યો હતો ટ્રસ્ટી ગણ એ પણ વડાપ્રધાન મોદી સાહેબનું ભવ્ય સન્માન અને સ્વાગત કર્યું હતું. આજે વડાપ્રધાન મોદી માત્ર ભારતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પોતાની એક અલગથી કરી છે તેથી જ તેઓ આજે સૌના લોકપ્રિય નેતા બની ચૂક્યા છે. હાલમાં તો ગુરુદ્વાર સાથેની તસવીરો સોશિયલ મીડિયામાં ચૂંટણીના માહોલ વચ્ચે ચારે કોર ધૂમ મચાવી રહી છે.
