લગ્ન પહેલા ચતુર દુલ્હને તેના થનારા પતિ સામે મૂકી ચોંકાવી દેતી શરતો..! મોટા પેપર ઉપર લખ્યું લિસ્ટ અને…જુઓ વિડીયોમાં

લગ્નના માહોલ વચ્ચે સોશિયલ મીડિયામાં અનેક રમુજી વિડિયો વાયરલ થતા હોય છે જે સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બનતા હોય છે. આમ તો ભારતીય સંસ્કૃતિમાં અગ્નિની સાક્ષી વર વધુ અનેક વચનોથી બંધાતા હોય છે પરંતુ થોડા સમય પહેલા યોજાયેલા લગ્નમાં દુલ્હનને એક કાગળમાં અનેક શરતો લખી દુલ્હા પાસે સિગ્નેચર કરાવી હતી જેનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો.

આપણે ઘણીવાર સાંભળ્યું હશે કે લગ્ન બાદ પત્ની કરતા વધારે પતિ ઘરમાં રાજ કરે છે આ કારણથી પત્નીને પતિનું ગુલામ થવું પડે છે. આ કારણથી લગ્ન પહેલા જ પત્નીએ પતિ માટે મોટું પત્રક તૈયાર કર્યું હતું જેમાં લખ્યું હતું કે… મહિનામાં એક જ પીઝા ખાશો, બીજું લખ્યું હતું કે તમારે ઘરના ભોજન માટે હા પાડી પડશે, ત્રીજી શરત એ હતી કે હું ઘરમાં હંમેશા સાડી પહેરીશ,ચોથી શરત એ હતી કે પાર્ટી કરવાની છૂટ છે પરંતુ એકબીજા સાથે, રોજ જીમ જવું પડશે અને રવિવારનો નાસ્તો તમારે જ બનાવવાનો રહેશે. દરેક પાર્ટીમાં મારા સુંદર ફોટા પાડવાના રહેશે સાથે દર 15 દિવસે શોપિંગ કરવા લઈ જવાની રહેશે આવી શરતો પત્નીએ પતિ સામે મોટું પ્રમાણપત્રક તૈયાર કરી રાખી હતી.

આ અનોખી શરત ના વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયા હતા. આ શરતો સાંભળી લગ્નમાં આવેલા મહેમાનોને સગા સંબંધીઓ પણ નવાઈ પામી હતા તથા લોકોની વચ્ચે આ એક મનોરંજન ભર્યો કિસ્સો બન્યો હતો. આ વીડિયોને અત્યાર સુધી ત્રણ કરોડ કરતાં પણ વધારે લોકોએ જોયો છે જેમાં અનેક લોકોએ અલગ અલગ કોમેન્ટ કરી પોતાના મંતવ્યો અને પ્રતિસાદ આપ્યા છે.

આ શરતના મોટા પ્રમાણપત્રકમાં સગા સંબંધીઓને મિત્રોની સાઇન લેવામાં આવી છે. પ્રમાણપત્ર ની તસ્વીરમાં તમે જોઈ શકો છો કે અનેક લોકોના હસ્તાક્ષર લેવામાં આવ્યા છે જેથી તમામ લોકો આ નિયમના સાક્ષી બની રહે તમામ લોકો આવો કિસ્સો જોય ખડખડા ટસી પડ્યા હતા જોકે લગ્નના માહોલ વચ્ચે આજ સુધી આવો કિસ્સો તમે ક્યારેય નહીં સાંભળ્યો હોય

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *