અંબાણી પરિવારના ફંકશનમાં વિદેશી મહેમાનો રંગાયા સંપૂર્ણ ભારતીય પહેરવેશ માં જુઓ વાયરલ તસવીરો
આપણે સૌ લોકો જાણીએ છીએ કે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના ત્રિવેદીંગ મર્ચન્ટના પ્રી વેડિંગ ફંક્શનમાં અનેક વિદેશી મહેમાનોને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. અંબાણી પરિવારના આમંત્રણ ને માન આપી તમામ વિદેશી મહેમાનો ત્રણ દિવસના પ્રી વેડિંગ ફંકશનમાં જામનગર ખાતે હાજર રહ્યા હતા. આ તમામ મહેમાનો માટે કડક સુરક્ષા બંદોબસ્ત તથા રહેવા જમવાની પણ ઉત્તમ સુવિધા અંબાણી પરિવાર દ્વારા કરવામાં આવી હતી.
તમામ મહેમાનો ભારતીય સંસ્કૃતિ સંસ્કારો તથા રીતરિવાજો જોઈ ખૂબ જ ખુશ થયા હતા તથા ભારતીય સંસ્કૃતિના વખાણ કર્યા હતા. અંબાણી પરિવાર એ પણ તમામ વિદેશી મહેમાનોનું ખૂબ જ ઉત્સાહપૂર્વક તથા ઢોલ નગારા સાથે સ્વાગત કરવા માં આવ્યું હતું. અંબાણી પરિવારના પ્રી વેડિંગ ફંક્શનમાં વિદેશી મહેમાનોમાં માર્ગ ઝુકરબર્ગ બિલ ગેટ્સ તથા ડોનાલ્ડ ટર્મની પુત્રી જોવા મળી હતી. આ તમામ વિદેશી મહેમાનોએ પ્રી વેડિંગ ફંક્શનમાં સ્ટેજ પર્ફોર્મન્સ લંચ ડિનર તથા ડીજેના પાર્ટીનો પણ આનંદ માણ્યો હતો તથા તેમણે આ ફંકશનમાં યોજવામાં આવેલ ડ્રોન સોનો પણ આનંદ વ્યક્ત કર્યો હતો.
તમામ લોકોએ આ ડ્રોન શો ને પોતાના ફોનમાં કેપ્ચર કર્યો હતો તમામ વિદેશી મહેમાનોએ રાસ ગરબા તથા સ્ટેજ પરફોર્મન્સ પણ કર્યું હતું. તેમાં પણ આકાશ અંબાણી અને અનંત અંબાણી તમામ વિદેશી મહેમાનોને રાસ ગરબા શીખવાડ્યા હતા. તેમની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ હતી. જેમાં ઘણા લોકોએ કોમેન્ટ કરી હતી કે ભારતીય સંસ્કૃતિ અંબાણી પરિવાર દ્વારા વિદેશી મહેમાનોને પણ શીખવાડવામાં આવે છે તે આપણા સૌ માટે ખૂબ જ ગર્વની વાત છે ખરેખર આ અંબાણી પરિવાર જ આ વાતને શક્ય કરી શકે છે.
તમામ લોકોએ વિદેશી મહેમાનોને રાસ ગરબા જોઈ ખૂબ જ ખુશ થઈ ગયા હતા. આ તમામ વિદેશી મહેમાનોને જોવા માટે જામનગર વાસીઓ ખૂબ જ મોટી સંખ્યામાં ભેગા થયા હતા વિદેશી મહેમાનો માટે કડક સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો તેથી જ એરપોર્ટથી લઇ જામનગરના પ્રિવેડિંગ સ્થળ સુધી તમામ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી જેથી કરીને કોઈ પણ જાતની અવ્યવસ્થા કે અગવડના સર્જાય.
તમામ વિદેશી મહિમાનો માટે અંબાણી પરિવાર દ્વારા રિટર્ન ગિફ્ટ પણ આપવામાં આવ્યું હતું. આ તમામ રિટર્ન ગિફ્ટ જોઈએ વિદેશી લોકો ખૂબ જ ખુશ થયા હતા તથા અંબાણી પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે અમે ફરી પાછા ભારતમાં આવશું અમને આ સંસ્કૃતિ ખૂબ જ પસંદ આવી છે.