ભારતીય ક્રિકેટર ઈશાન કિશને પોતાના 26માં જન્મદિવસ નિમિત્તે શિરડી સાઈનાથના આશીર્વાદ પ્રાપ્ત કર્યા, જુઓ તસવીરો
ભારતીય ક્રિકેટર અને મુંબઇ ઇન્ડિયન્સના ઓપનિંગ બેટ્સમેન ઈશાન કિશન એ હાલમાં જ પોતાના 26 માં જન્મદિવસની ઉજવણી નિમિતે મહારાષ્ટ્રના શિરડીમાં શ્રી સમાધિ મંદિરની મુલાકાત લીધી હતી. આ મંદિરમાંથી ઈશાન કિશન એ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં તસવીરો શેર કરી છે જેમાં તેના કેપ્શન માં લખ્યું હતું કે “શ્રદ્ધા અને સબુરી” આપને જણાવી દઈએ કે ઈશાન કિશન એ પોતાની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ ઓસ્ટ્રેલિયા સામે રમી હતી જે આ પાંચ મેચની શ્રેણીમાં તેણે અડધી સદી ફટકારી હતી.પરંતુ પ્રતિભાશાળી ક્રિકેટરને ઝારખંડ માટે રણજી ટ્રોફીની મેચો છોડવા બદલ BCCI ના ગુસ્સાનો સામનો કરવો પડ્યો હતો. આ સમય તેના માટે ખૂબ જ ખરાબ રહ્યો હતો. તે સમયના કોચ રાહુલ દ્રવિડે રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મેળવવા માટે સ્થાનિક ક્રિકેટ રમવાના મહત્વ પર ભાર મૂક્યો હતો.
આ બાદ તેને અન્ય ભારતીય ક્રિકેટર શ્રેયસ અય્યરની સાથે BCCI વાર્ષિક કરારની સૂચિમાંથી નોંધપાત્ર રીતે બહાર રાખવામાં આવ્યો હતો. ઈશાન કિશન ને ત્યારબાદ ડિસેમ્બર 2023 માં યોજાયેલ દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે પસંદ કરવામાં આવ્યો હતો પરંતુ અંગત કારણોસર ઈશાન કિશન આ શ્રેણીમાંથી બહાર થઈ ગયો હતો. માત્ર એટલું જ નહીં પરંતુ અફઘાનિસ્તાન શ્રેણીમાંથી પણ ઈશાન કિશનને બહાર કાઢવામાં આવ્યો હતો.તેણે IPL 2024 દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને તેની તમામ 14 મેચોમાં 148.33ના સ્ટ્રાઈક રેટથી 320 રન બનાવ્યા હતા. તેણે 69ના ઉચ્ચ સ્કોર સાથે એક અડધી સદી ફટકારી હતી.
ઈશાને ભારત માટે બેવડી સદી અને 14 અડધી સદી સહિત તમામ ફોર્મેટમાં 1807 રન બનાવ્યા છે. તેણે ડિસેમ્બર 2022 માં બાંગ્લાદેશ સામે 131 બોલમાં 210 રન બનાવ્યા ત્યારે ODI ઈતિહાસમાં સૌથી ઝડપી બેવડી સદી નો રેકોર્ડ ધરાવે છે.હાલમાં જ ઈશાને ક્રિકેટમાંથી બ્રેક લેવાના નિર્ણય અંગે ખુલાસો કર્યો હતો.
આ ક્રિકેટમાંથી બ્રેક લેવાના અને પોતાના ખરાબ અનુભવ વિશે જણાવતા કહ્યું કે હું રન બનાવી રહ્યો હતો અને પછી હું મારી જાતને બેન્ચ પર મળી. આ વસ્તુઓ ટીમ સ્પોર્ટમાં થાય છે. પણ મેં મુસાફરીનો થાક અનુભવ્યો. તેનો અર્થ એ થયો કે કંઈક ખોટું હતું, મને સારું કે સાચુ નથી લાગતું અને તેથી મેં બ્રેક લેવાનું નક્કી કર્યું. જો કે, દુર્ભાગ્યે, મારા પરિવાર અને થોડા નજીકના લોકો સિવાય કોઈએ તે સમજી શક્યું નહીં,” તેણે ધ ઈન્ડિયન એક્સપ્રેસને કહ્યું. હાલમાં તો ઈશાન કિશન એ પોતાના જન્મદિવસ નિમિત્તે ભગવાન સાઈનાથના ચરણોમાં માથું ઝુકાવી પોતાના ભવિષ્ય માટે પ્રાર્થના અને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.