|

ભારતવાસીઓને મળશે ગરમીમાંથી છુટકારો, હવામાન વિભાગે વરસાદની કરી આગાહી જાણો કયા કયા વિસ્તારોમાં થઈ શકે છે વરસાદનું આગમન

હાલ સમગ્ર ભારત દેશમાં તમામ દેશવાસીઓ ભારે ગરમીનો સામનો કરી રહ્યા છે જોકે દર વર્ષ કરતાં આ વર્ષે ગરમીનું તાપમાન સતત વધી રહ્યું છે જેને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બની ચૂક્યું છે આ સાથે સાથે લોકોને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે દરેક લોકો ગરમીથી બચવાના અનેક પ્રયત્નો કરી રહ્યા છે પરંતુ આવનારા સમયમાં તમામ લોકોને આ ભારે ગરમી માંથી છુટકારો મળી શકે છે.જેની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. મે મહિનાની શરૂઆતમાં ભારતના અનેક રાજ્યોમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે.

દક્ષિણ ભારતના અનેક રાજ્યોમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે જેને કારણે તમામ લોકોને ગરમીમાંથી છુટકારો મળશે. આ સાથે સાથે ભારે તોફાન અને વાવાઝોડાની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. જેને કારણે ખેડૂત વર્ગ ભારે ચિંતામાં મુકાયો હતો. દક્ષિણ ભારતના તમામ રાજ્યોમાં મે મહિનાની શરૂઆતમાં વરસાદના વાતાવરણો જોવા મળી શકે છે.

પરંતુ ગુજરાતના અનેક શહેરો જેવા કે અમદાવાદ સુરત વડોદરા, રાજકોટ આ તમામ શહેરોમાં ભારે ગરમી જોવા મળી રહી છે છેલ્લા ઘણા સમયથી 40 થી 45 ડિગ્રી વચ્ચે તાપમાન નોંધાઈ રહ્યું છે આ માહોલને કારણે આગળના સમયમાં ગુજરાતના અનેક શહેરોમાં પણ છૂટો છવાયો વરસાદ જોવા મળી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી.

તમિલનાડુ કેરલ પુડુચેરી જેવા વિસ્તારોમાં પણ વરસાદી વાતાવરણ સર્જાઈ શકે છે. આ વખતે મે મહિનાના અંતમાં અનેક વિસ્તારોમાં વરસાદ આગમન કરી શકે છે તેવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી હતી. આ સાથે અરબ સાગર અને બંગાળાની ખાડીમાં અનેક ફેરફારો જોવા મળી રહ્યા છે જેને કારણે ગુજરાત અને અન્ય રાજ્યોમાં ભારે વરસાદ સાથે તોફાન સર્જાઇ શકે છે જોકે દર વર્ષે વરસાદનું આગમન તોફાન અને વાવાઝોડા થી થતું હોય છે ત્યારે આ વર્ષે પણ થવાની શક્યતા છે પરંતુ હજુ સુધી કોઈ ખાસ માહિતી સામે આવી નથી.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *