ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ ગુજરાતના સાહિત્યકાર રાજભા ગઢવી ના કર્યા મન ભરીને વખાણ જાણો શું કહ્યું ગુજરાતની સંસ્કૃતિ અને રાજભા ગઢવી વિશે
ગુજરાતના અનેક કલાકારોએ ભારતીય સંસ્કૃતિ અને તેના વારસાને પોતાની કળા આવડત થી જીવંત રાખ્યો છે. આ વાતની પ્રશંસા ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતી. આ માહોલ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત ગુજરાતના સાહિત્યકાર રાજભા ગઢવી સાથે થઈ હતી જેમાં વડાપ્રધાન મોદીએ રાજભા ગઢવી ના મન ભરીને વખાણ કર્યા હતા અને આ મુલાકાત ને યાદગાર બનાવી દીધી હતી. જોકે રાજભા ગઢવી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અનેકવાર એકબીજા સાથે જોવા મળે છે જેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થતી હોય છે.
ભારતના યશસ્વી વડાપ્રધાન પોતાના ચૂંટણી કાર્ય માટે ગુજરાતના જૂનાગઢ શહેરમાં પધાર્યા હતા. આ પ્રસંગ અંગે વિશ્વાસ સભા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અનેક રાજનેતાઓ જુનાગઢ વાસીઓ તથા ગુજરાતના અનેક કલાકારો જોવા મળ્યા હતા. આ સાથે સાંજે રાજભા ગઢવી એ લોક ડાયરાની રમઝટ જમાવી હતી. જેમાં અનેક જૂનાગઢવાસીઓ હાજર રહ્યા હતા. આ નિમિત્તે રાજભા ગઢવીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં તસવીરો શેર કરી છે.
રાજભા ગઢવી નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત ની તસ્વીરો શેર કરતા લખ્યું કે આજે ખૂબ આનંદ થયો આદરણીય શ્રી ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે મને કીધું કે વાહ નવી પેઢી તૈયાર છે.
આ વખાણ થી રાજભા ગઢવી ખૂબ પ્રભાવિત થયા હતા અને ખરેખર આજના કલાકારોએ સમગ્ર વિશ્વમાં ભારતીય સંસ્કૃતિની એક અલગ પૂરી કરી છે આ વાતથી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ખુબ ખુશ થયા હતા અને રાજભા ગઢવીના વખાણ કર્યા હતા. હાલમાં તો આ તસવીર સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે જેમાં રાજભા ગઢવીના ચાહકો તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવી રહ્યા છે.