રાઇડ્સમાં અચાનક ખામી સર્જાતા 50 ફૂટ ઉપર 28 લોકો ઊંધા લટકતા રહ્યા વાયરલ વીડિયો જોતા તમે હચમચી જશો
હાલના સમયમાં વેકેશનનો માહોલ ચાલી રહ્યો છે અને લોકો પોતાના પરિવાર સાથે વેકેશનની મજા માણવા માટે અનેક જગ્યાએ જતા હોય છે.આ સાથે ઘણા લોકો એન્જોય પાર્કમાં જઇ રાઇડ્સ ની મજા માણતા હોય છે પરંતુ ઘણીવાર આ જ રાઇડ્સ પરિવારને જીવ નાં જોખમમાં મૂકતી હોય છે.
આવી જ એક ઘટના પોર્ટલેન્ડના ઓક્સ પાર્કમાં બની હતી.જેમાં એક રાઇડ્સમાં અચાનક ખામી સર્જાતા લગભગ 30 મિનિટ સુધી લોકો હવામાં ઊંધા લટકતા રહ્યા. આ રાઈડ્સ ઉપર જતા બંધ થઈ ગઈ હતી અને લોકો ઉંધા લટકી ગયા હતા.
આ ઘટના બે વાગ્યાની આસપાસ બની હતી. પરંતુ પાર્ક ના લોકોને આ ઘટનાની જાણ થતા તાત્કાલિક 911 નંબરનો સંપર્ક કરી ફાયર રેસ્ક્યું ની મદદ લેવામાં આવી હતી. ફાયર રેસ્ક્યુના કર્મચારીએ જણાવ્યું હતું કે ત્રણ 25 ના આસપાસ અમે તમામ રાઈડ્સમાં બેઠેલા લોકોને નીચે ઉતાર્યા હતા. આ સાથે કોઈ જાનહાનિની ઘટના બની નથી.
આ ઘટનાનો લાઇવ વિડિયો અને તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે જેમાં નીચે રહેલા લોકોએ પણ આ દ્રશ્ય જોતાની સાથે જ બુમાબુમ શરૂ કરી દીધી હતી કારણ કે 50 ફૂટ ઉપર રાઇડ્સ અચાનક અટકી જતા અનેક લોકોના જીવ ગુમાવવાની ઘટના પણ બનવાની સંભાવના હતી પરંતુ ફાયર રેસ્ક્યુની તાત્કાલિક મદદથી મોટી ઘટના બનતા રહી ગઈ હતી. થોડીવાર માટે તમામ લોકો મોતના મુખમાં ચાલ્યા ગયા હતા.
નીચે ઉતરતા ની સાથે જ તમામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો અને ફાયર રેસ્ક્યુની ટીમે પણ તાત્કાલિક મદદ કરતા તમામ લોકોનો આબાદ બચાવ થયો હતો. વેકેશનની શરૂઆત થતા ની સાથે જ આવી અનેક ઘટનાઓ સામે આવી છે જેમાં લોકોના જીવ ગુમાવવાના સમાચાર પણ જોવા મળ્યા હતા હાલમાં તો આ ઘટનાએ ચારે કોર હાહાકાર મચાવી દીધો હતો.