Isha Ambani along with her family took advantage of God blessed Havan and Mahapuja in Krishna Kali temple
|

ઈશા અંબાણીએ પોતાના પરિવાર સાથે કૃષ્ણ કાલી મંદિરમાં ભગવાનના લીધા આશીર્વાદ હવન અને મહાપૂજાનો લીધો લાભ જુઓ વાયરલ તસવીરો

રિલાયન્સ કંપનીના માલિક મુકેશ અંબાણીની પુત્રી ઇશા અંબાણીએ હાલમાં જ સ્ટેનફોર્ડ ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ બિઝનેસ સ્કૂલમાંથી પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. તેણે ઉદ્યોગસાહસિકતા અને વ્યવસાયલક્ષી વિષયો ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.આમ પણ ઇશા અંબાણી પોતાના માતા પિતા અને દાદા દાદીના સંસ્કારો પર ચાલી હંમેશા સેવા કાર્ય અને સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે જોડાયેલી રહે છે.

Isha Ambani along with her family took advantage of God blessed Havan and Mahapuja in Krishna Kali temple

અમીર પિતાની દીકરી હોવા છતાં પણ ઈશા અંબાણી હંમેશા પોતાની સાથે સંસ્કારો અને સંસ્કૃતિ સાથે જોડાયેલી રહે છે આ આ કારણથી જ ઈશા અંબાણી આજે દરેક લોકોના હૃદયમાં વિશિષ્ટ સ્થાન મેળવવું છે. તાજેતરમાં 30 જૂન 2020 ના રોજ ઇશા અંબાણી નેહરુલના કૃષ્ણ કાલી મંદિરમાં દર્શન કરવા માટે પહોંચી હતી. આ બાદ તે મંદિરની સ્થાપના કરનાર પ્રખ્યાત ઉદ્યોગપતિ અને લોક સેવક ભરત જે. મહેરા સાથે ખાસ મુલાકાત કરી હતી.

Isha Ambani along with her family took advantage of God blessed Havan and Mahapuja in Krishna Kali temple

ઇશા અંબાણી આ મંદિરમાં પોતાની લક્ઝરીયસ બેન્ટલી કાર સાથે પહોંચી હતી. હવે આપને ઇશા અંબાણીના લૂકની વાત કરીએ તો તેણે ચોમાસાની ઋતુને ધ્યાનમાં લઇ હળવા કપડા પસંદ કર્યા હતા. થોડી જ્વેલરી સાથે તેણે ગુલાબી રંગનો કોટન ડ્રેસ પહેર્યો હતો. આ બાદ કૃષ્ણ કાલી મંદિરમાં મહાપૂજા અને માર આરતી નો પણ લાભ લીધો હતો. આ વિશિષ્ટ પૂજા માટે સમગ્ર મંદિરને દ્વારા શણગારવામાં આવ્યું હતું.જે ખૂબ જ સુંદર લાગી રહ્યું છે. ઇશા અંબાણી ભગવાન પ્રત્યે અતુટ,શ્રદ્ધા, વિશ્વાસ અને આસ્થા ધરાવે છે આ કારણથી જ અવાર નવાર અનેક મંદિરોની મુલાકાત લેતી જોવા મળે છે.

Isha Ambani along with her family took advantage of God blessed Havan and Mahapuja in Krishna Kali temple

ઇશા અંબાણી નું મંદિર ના ટ્રસ્ટ દ્વારા ભવ્ય સ્વાગત અને સન્માન કરવામાં આવ્યો હતો આ સાથે જ મંદિરના સ્થાપક ભરત જે. મહેરાએ ખાસ ચોમાસાની ઋતુને ધ્યાનમાં લઈને ગ્રામજનોમાં જરૂરિયાત મંદ લોકો માટે 30,000 રાશન કીટ, તાડપત્રી અને છત્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવા કાર્યમાં ઈશા અંબાણીએ પણ પૂરતો સહયોગ કર્યો હતો. કૃષ્ણ કાલી મંદિરમાં આશીર્વાદ લેવા માટે વાયરલ થયેલા અન્ય એક વીડિયોમાં ઈશા અંબાણીના સસરા સ્વાતિ પીરામલ અને અજય પીરામલ પણ કૃષ્ણ કાલી મંદિરમાં પ્રવેશતા જોવા મળ્યા હતા.

આ મંદિરની મુલાકાત વખતે ઈશા અંબાણીના સાસુ સસરા તથા તેમના પતિ પણ સંપૂર્ણ ભારતીય સંસ્કૃતિના પહેરવેશમાં જોવા મળ્યા હતા.જે આપ તસવીરોમાં જોઈ શકો છો. ત્યારબાદ તમામ પરિવારજનો એ મહાપુજા સાથે હવનનો પણ લાભ લીધો હતો. પરંતુ મંદિરમાં થયેલી આ મહાપુજા અનંત અંબાણીના લગ્ન સાથે જોડાયેલી હોય તેવું લાગી રહ્યું છે પરંતુ હજુ સુધી કોઈ સ્પષ્ટતા અને ખાસ ખબર આ હવન અને પૂજા ને લઈ સામે આવી નથી.

Isha Ambani along with her family took advantage of God blessed Havan and Mahapuja in Krishna Kali temple

હાલમાં તો ઈશા અંબાણીના સમગ્ર પરિવારજનો એ કૃષ્ણ કાલી મંદિરમાં ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા નો અનુભવ કર્યો હતો. આ તસ્વીરો સોશિયલ મીડિયામાં આવેલ થતાની સાથે જ તમામ લોકોએ ઈશા અંબાણીના સંસ્કારના ખૂબ જ મન ભરીને વખાણ કર્યા હતા અને લોકોએ ખૂબ પ્રેમ આપ્યો હતો.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *