ઇશા અંબાણીએ પોતાના ભાઈ અનંતની સંગીત સંધ્યામાં શિયાપેરેલી બ્લુ સાડીમાં આપ્યા આકર્ષક પોઝ વાયરલ તસવીરો તમારું દિલ જીતી લેશે
મુકેશ અંબાણીની લાડકી દીકરી ઇશા અંબાણી પોતાના ભાઈ અનંત ના લગ્ન માટે ખૂબ જ ઉત્સાહમાં જોવા મળી હતી જેણે પોતાના પતિ આનંદ પીરામલ અને સમગ્ર પરિવાર સાથે મામેરા વિધિ તથા સમૂહ લગ્નમાં હાજરી આપી હતી. આ પહેલા તેણે કૃષ્ણ કાલી મંદિરમાં પોતાના ભાઈ અનંત માટે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ સાથે મહાપૂજા મહા આરતીનો લાભ લીધા બાદ હવનમાં પણ ઉપસ્થિત રહી હતી. આપને જણાવી દઈએ કે ઇશા અંબાણી પોતાના ભાઈ અનંત અને આકાશને ખૂબ જ પ્રેમ કરે છે આ કારણથી જ તેણે રાસ ગરબા માટે પોતાનો આકર્ષક લુક તૈયાર કર્યો હતો જેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે.

વાયરલ તસવીરોમાં જોઈ શકો છો કે ઇશા અંબાણી એ નાના ભાઈ અનંત અંબાણીના રાસ ગરબા ના કાર્યક્રમ માટે શિયાપારેલી દ્વારા બ્લુ કસ્ટમ સાડી પહેરી જોવા મળી હતી. તેણે ઇટાલિયન હૌટ કોચર હાઉસ દ્વારા વાદળી સાડીની પ્રથમ પસંદગી કરી હતી. ચાંદીના બ્લાઉઝ અને પોલ્કી જ્વેલરી સાથે આ સાડી ના લુક ને કમ્પલેટ કર્યો હતો.ઈશા અંબાણીએ અનેકવાર સામાજિક અને પારિવારિક પ્રસંગોમાં આ સાડીની પસંદગી કરી છે જોકે તેના પરિવારમાં શિઆપેરેલી પહેરનાર પ્રથમ નથી પરંતુ આ પહેલા પણ તેની માતા નીતા અંબાણીએ આ આકર્ષક સાડી તેમના અનેક કાર્યક્રમોમાં પહેરી હતી ત્યારબાદ તેની દીકરીએ હવે ફરીવાર અનંત અંબાણીના રાસ ગરબા ના કાર્યક્રમ નિમિત્તે આ બ્લુ સાડીની પસંદગી કરી હતી.

ઈશા અંબાણીની તસવીરો સ્ટાઈલિસ્ટ અનૈતા શ્રોફ અદાજાનિયાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં માં શેર કરી હતી. આ તસવીરોમાં તમામ લોકોએ અલગ અલગ કોમેન્ટ કરી છે જેમાં એક વ્યક્તિએ લખ્યું હતું કે ઈશા અંબાણી દિવસેને દિવસે વધુ સુંદર થતી જોવા મળે છે તો અન્ય વ્યક્તિએ લખ્યું હતું કે ઈશા પોતાના ભાઈ અનંતના લગ્ન માટે ખૂબ જ ઉત્સાહમાં જોવા મળી રહી છે. આ રાસ ગરબા ની રાત્રિમાં બોલીવુડ હોલીવુડના અનેક અભિનેતા અને અભિનેત્રીઓ હાજર રહ્યા હતા જેમાં આલિયા ભટ્ટ,રણબીર કપૂર, વિદ્યા બાલન, માધુરી દીક્ષિત નેને, ખુશી કપૂર અને વેદાંગ રૈના, જાવેદ જાફરી અને અનન્યા પાંડેનો સમાવેશ થાય છે. તમામ લોકોને હાજરીથી શુભ પ્રસંગની શોભા વધારે ખીલી ઉઠી હતી.

આપને જણાવી દઈએ કે અનંત અંબાણીના લગ્નના ફંકશન 3 જુલાઈના રોજથી શરૂ કરી દેવામાં આવ્યા હતા. હવે આ બંને 12 જુલાઈના રોજ મુંબઈના જીઓ વર્લ્ડ સેન્ટર ખાતે લગ્નના પવિત્ર બંધનમાં બંધાશે પરંતુ તે પહેલા રાસ ગરબા ના કાર્યક્રમ સમગ્ર અંબાણી પરિવાર માટે ખૂબ જ ખાસ બની ગયો હતો.તેમાં પણ અંબાણી પરિવાર ની લાડકી દીકરી ઈશા અંબાણીએ પોતાના સાડી સાથેના લુક થી તમામ લોકોને જોવા મજબૂર કરી દીધા હતા.હજુ તો આ માત્ર શરૂઆત છે.આગળ ના દિવસો લગ્ન પ્રસંગ નો માહોલ વધારે ખીલી ઉઠશે જેની તમામ લોકો ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

