“ઈશા અંબાણી” અદભુત દેખાવ સાથે હલ્દી રસમમાં લાગે છે ખૂબ જ સુંદર જુઓ વાયરલ તસવીરો

હાલના સમયમાં અનંત અને રાધિકાના લગ્ન માટેના ફંકશનનો ચાલી રહ્યા છે જેમાં અંબાણી પરિવારના તમામ સભ્યો પોતાના પહેરવેશથી ખૂબ જ ધૂમ મચાવી રહ્યા છે જેની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે જ ચાહકો ભરપૂર પ્રમાણમાં લાયક અને કોમેન્ટ કરી રહ્યા છે. હાલમાં જ હલદી સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુકેશ અંબાણીની લાડકી દીકરી ઈશા અંબાણી રંગબેરંગી લહેંગામાં જોવા મળી હતી.

આ સાથે ખૂબ જ કીમતી જ્વેલરીમાં પોતાની સુંદરતા અને આકર્ષકતામાં વધારો કર્યો હતો. આપણે સૌ લોકો જાણીએ છીએ કે ઇશા અંબાણી ફેશન સ્ટાઈલની દુનિયામાં હંમેશા આગળ રહે છે તથા લોકોની વચ્ચે હંમેશા ચર્ચા નો વિષય બનતી હોય છે આ પહેલા પણ શિયાપરેલી સાડી અને ક્રિસ્ટલ લેંઘામાં ઇશા અંબાણી જોવા મળી હતી.

આ બાદ હવે પોતાના ભાઈ અનંત અંબાણીના હલદી સેરેમની ના કાર્યક્રમમાં રંગબેરંગી લેંઘા દરેક લોકોના દિલ જીતી લીધા હતા. અનંત અંબાણીના લગ્ન માટે ઈશા અંબાણીના અનેક લૂક સાથેની તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ ધૂમ મચાવી રહી છે. ઇશા અંબાણી હલ્દી સેરેમની ના કાર્યક્રમમાં પીળા અથવા કેસરી રંગના પોશાકમાં જવાની જગ્યાએ રંગબેરંગી લેંઘાની પસંદગી કરી હતી જે માટે વધારે આકર્ષક અને સુંદર લાગી રહી છે.

ભરત કામ અને મલ્ટી કલરના લેંઘામાં હોલ્ટરનેટ બ્લાઉઝ સાથે પોતાના લેંઘાની જોડી વધારે ઉત્કૃષ્ટ બનાવી છે. હલ્દી સેરેમની ના કાર્યક્રમમાં અંબાણી પરિવારના કાર્યક્રમ માં ભાઈ બહેન ની જોડી જગમગી ઉઠી હતી. આ લૂકને પૂર્ણ કરવા માટે ઈશા અંબાણી અઢળક બંગડીનો સમૂહ પહેર્યો છે તેની સાથે કાનમાં ખૂબ જ કીમતી સોના દાગીનાની ઇયરિંગ્સ પહેરી હતી. આ લગ્ન ફંકશન ની શરૂઆતથી જ લાડકી દીકરી ઈશા અંબાણી પોતાના આકર્ષક અંદાજમાં દરેક ફંક્શનમાં એન્ટ્રી કરી રહી છે.

ઇશા અંબાણી પોતાના ભાઈ અનંત ના લગ્ન માટે ખૂબ જ ઉત્સાહ અને આતુરતા દર્શાવી રહી છે તથા પોતાના નવા ભાભી રાધિકાનું સ્વાગત કરવા માટે તૈયાર છે તેને થોડા સમય પહેલા પોતાના બંને ભાભી અને માતા સાથે સ્ટેજ પરફોર્મન્સમાં ભાગ લીધો હતો જેમાં તેને ડ્રામા ક્વીન પર ડાન્સ કરી તમામ લોકોને ખુશ કરી દીધા હતા ઇશા અંબાણી આવનારા દરેક ફંક્શનમાં અલગ અલગ અંદાજમાં જોવા મળી શકે છે પરંતુ હાલમાં તો હલ્દી રસમ સાથે તેમનો આ લૂક લોકોને ખૂબ જ પસંદ આવ્યો હતો અને ભરપૂર પ્રેમ પણ પ્રાપ્ત થયો હતો.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *