મહેંદી રસમ માટે દક્ષિણ ભારતની પરંપરાગત સાડીમાં જોવા મળી “ઈશા અંબાણી” જુઓ આકર્ષક તસવીરો
આપણે સૌ લોકો જાણીએ છીએ કે અનંત અંબાણી અને રાધિકા ના લગ્ન પહેલાં અનેક ફંક્શનના દિવસોની શરૂઆત થઈ ચૂકી છે જેમાં ત્રણ જુલાઈથી અત્યાર સુધી અનેક ફંક્શનના આયોજન કરવામાં આવ્યા હતા જેમાં મામેરા વિધિ હલ્દી રસમ મહેંદી રસમ રાસ ગરબા સંગીત સંધ્યા જેવા કાર્યક્રમનો સમાવેશ થાય છે. આ લગ્ન પ્રસંગની ઉજવણીના માહોલ વચ્ચે મુકેશ અંબાણીની લાડકી દીકરી ઈશા અંબાણીએ મહેંદી રસમ માટે ખાસ પોતાનો આકર્ષક લુક તૈયાર કર્યો હતો. જેની તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે. આ લુક ઇશા અંબાણી પ્રથમવાર ગુજરાતી પરંપરાગત સાડીમાં નહીં પરંતુ દક્ષિણ ભારતીય પરંપરાગત સાડીમાં જોવા મળી હતી આ લુક માં ઇશા અંબાણી ને તમે પહેલા ક્યારેય નહીં જોઈ હોય.
ડિઝાઈનર અનુરાધા વકીલ એ ઇશા અંબાણી માટે ખાસ મહેંદી રસમને ધ્યાનમાં લઇ આ ડ્રેસ તૈયાર કર્યો હતો. આ લુક દક્ષિણ ભારતની પરંપરાને વધુ મજબૂત બનાવી તેના ઉત્કૃષ્ટ સુંદરતામાં વધારે ધ્યાન દોરે છે. આ મહેંદી રસમ બાદ ભવ્ય રાસ ગરબાને ડાન્સના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંબાણી પરિવાર સહિત બોલીવુડ હોલીવુડના સેલિબ્રિટી અને આમંત્રિત મહેમાનો એ ભાગ લીધો હતો. આ રાસ ગરબા અને ડાન્સ ના કાર્યક્રમમાં ઇશા અંબાણી રાધિકા મર્ચન્ટ સાથે નાચતી જોવા મળે છે.
આ બાદ 10 જુલાઈ બુધવારના રોજ સમગ્ર અંબાણી પરિવારે પોતાના સગા સંબંધી અને નજીકના મિત્રો સાથે શિવપૂજા નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મહાદેવની વિશેષ પૂજા કરી લગ્ન માટેના આશીર્વાદ પ્રાપ્ત કરશે ત્યારબાદ 12 જુલાઈના રોજ અનંત અને રાધિકાના લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે અને આ લગ્ન મુંબઈના જીઓ વર્લ્ડ સેન્ટર ખાતે કરવામાં આવશે. 9 જુલાઈ ના રોજ હલ્દી સેરેમની નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. એમાં અંબાણી પરિવાર સહિત તમામ આમંત્રિત મહેમાનો લાલ પીળા રંગમાં રંગાઈ ગયા હતા જાણે પીળો સમુદ્ર અંબાણી પરિવારના ઘર આંગણે ઉભરાયો હોય તેવું દ્રશ્ય જોવા મળ્યું હતું.
12 જુલાઈ લગ્ન બાદ આશીર્વાદ સમારોહ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અનંત અને રાધિકા વડીલોના આશીર્વાદ પ્રાપ્ત કરશે આબાદ 14 જુલાઈના રોજ મહેમાનો અને નજીકના મિત્રો માટે રિસેપ્શન પાર્ટી આયોજિત થશે જેમાં લંચ ડિનર અને ડાન્સ પાર્ટીની રમઝટ થાય તેવી શક્યતા છે પરંતુ તે પહેલા ઈશા અંબાણી સાથે તમામ લોકોએ પોતાના આકર્ષક લુક થી આ પ્રસંગમાં ચાર ચાંદ લગાવી દીધા હતા.