અનંત રાધિકાના લગ્ન માટે નીતા અંબાણીએ પોતાના હાથમાં લગાવી ખાસ મહેંદી અને લખ્યા 11 લોકોના નામ જુઓ મહેંદીમાં શું છે ખાસ
આ દુનિયામાં દરેક માતાને પોતાના દીકરા દીકરીના લગ્ન માટે ખૂબ જ ઉત્સાહ અને હૃદયમાં આનંદ હોય છે. લગ્ન પહેલા ના કેટલા વર્ષોથી દીકરા દીકરીની માતા લગ્ન માટેના વિચાર શરૂ કરી દેતી હોય છે. આ માહોલ વચ્ચે અનંત અંબાણીની માતા નીતા અંબાણી પણ પોતાના દીકરાના લગ્ન માટે ખૂબ જ ઉત્સાહમાં જોવા મળી હતી આ કારણથી જ તેણે ખૂબ સુંદર અને આકર્ષક પોતાના હાથમાં અલગ અલગ ડિઝાઇન સાથે મહેંદી લગાવી હતી.
આ મહેંદીની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ની સાથે જ તમામ લોકો તેની ડિઝાઇન અને રંગ જોઈ દંગ રહી ગયા હતા. આ મહેંદી લોકોની વચ્ચે ખૂબ જ ચર્ચાનો વિષય બની હતી. અત્યાર સુધી તમે લગ્ન પ્રસંગમાં અલગ અલગ મહેંદી ની ડિઝાઇન જોઈએ છે ઘણીવાર અમુક ડિઝાઇન તમને ખૂબ જ પસંદ આવતી હોય છે તો ઘણા લોકો પોતાની હાથ માં મહેંદી થી અલગ અલગ વ્યક્તિઓના નામ લખાવતા હોય છે અથવા તેમના પ્રેમીઓના નામ પણ ઘણીવાર જોવા મળે છે.
પરંતુ નીતા અંબાણીની આ મહેંદી જોઈ તમને ખૂબ જ નવાઈ લાગશે. તમે જો લગ્ન પ્રસંગ નિમિત્તે કંઈક અલગ જ મહેંદી ની ડિઝાઇન પોતાના હાથમાં કરાવવા માંગતા હોય તો આ નીતા અંબાણીની મહેંદી ડિઝાઇન તમને ખૂબ જ મદદ કરશે કારણ કે આ મહેંદી અને તેમાં કરેલી કારીગરી તમે આજ સુધી નહીં જોઈ હોય. આપણે સૌ લોકો જાણીએ છીએ કે નીતા અંબાણી ભગવાન કૃષ્ણ અને રાધા પ્રત્યે અતૂટ શ્રદ્ધા વિશ્વાસ અને આસ્થા ધરાવે છે આ કારણથી જ તેઓ ઘણીવાર જય શ્રી કૃષ્ણ લોકોને કહેતા જોવા મળે છે આ કારણથી જ તેમને પોતાના એક હાથમાં રાધા અને બીજા હાથમાં કૃષ્ણની મહેંદી પોતાના હાથમાં લગાવી હતી.
આપણે ત્યાં લગ્ન પ્રસંગોમાં ઘણીવાર મહેંદીનો રંગ અમુક કારણોસર આવતો હોતો નથી જેને કારણે મહેંદીની શોભા ઘણીવાર ઘટતી હોય છે પરંતુ નીતા અંબાણીની આ મહેંદી નો કલર ખુબ જ ઘાટો જોવા મળ્યો હતો જેને કારણે તેની સુંદરતા વધારે ખીલી ઉઠી હતી.તમે એકવાર જરૂરથી લગ્ન પ્રસંગ માટે નીતા અંબાણી ની મહેંદી ની ડિઝાઇન એકવાર જરૂરથી જોઈ શકો છો કારણ કે આ મહેંદી તમારા પ્રસંગમાં વધારે ચમક મેળવવા માટે મદદરૂપ કરશે. આ સાથે નીતા અંબાણીએ પોતાની પુત્ર વધુ રાધિકા પ્રત્યે પ્રેમ પણ દર્શાવ્યો હતો. બીજા હાથમાં પોતાની પુત્રવધુ રાધિકા નું નામ જોવા મળ્યું હતું આપને જણાવી દઈએ કે સમગ્ર અંબાણી પરિવાર પોતાની પુત્રવધુ ને વહુ નહીં પરંતુ દીકરી સમાન પ્રેમ લાગણી અને દરેક કાર્યમાં પૂરતો સાથ સહકાર આપે છે.
માત્ર એટલું જ નહીં પરંતુ નીતા અંબાણીએ પોતાના હાથના નીચેના ભાગમાં મુકેશ અંબાણીનું નામ પણ લખ્યું હતું તેની સાથે સમગ્ર અંબાણી પરિવારના નામ ગોળ વર્તુળમાં મહેંદી દ્વારા દોરવામાં આવ્યા હતા જેના કારણે કહી શકાય કે નીતા અંબાણી પોતાના પરિવારને ખૂબ જ પ્રેમ કરે છે. આપણે ઘણીવાર સાંભળ્યું હશે કે આપણે મહેંદીનો રંગ ઘાટો થઈ જાય તો આ મહેંદીમાં લખેલા પ્રિયજન આપણને ખૂબ જ પ્રેમ કરતા હશે આ માન્યતા વચ્ચે નીતા અંબાણીએ પોતાના સમગ્ર પરિવારના નામ લખ્યા હતા અને મહેંદીનો કલર પણ ઘાટો આવતા સાબિત થાય છે કે નીતા અંબાણી પોતાના સમગ્ર પરિવારને ખૂબ જ પ્રેમ કરે છે.