બોલીવુડના પ્રખ્યાત અભિનેતા જેકી શ્રોફે રામ મંદિર માટે એવો ત્યાગ કર્યો કે તમે પણ જાણીને વાહ વાહ કરવા લાગશો
22 જાન્યુઆરી 2024 ના રોજ ભવ્ય રામ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ અયોધ્યા ખાતે ઉજવવામાં આવ્યો હતો. જેમાં દેશના અનેક પ્રતિષ્ઠિત વ્યક્તિઓ હાજર રહ્યા હતા અને આ અનોખા ઉત્સવના સાક્ષી બન્યા હતા. અયોધ્યા એરપોર્ટ પર તમામ લોકો 22 જાન્યુઆરીની વહેલી સવારથી જ પહોંચી ગયા હતા. જેમાં અમિતાભ બચ્ચન અભિષેક બચ્ચન જેકી શ્રોફ કંગના રનોજ આલિયા ભટ્ટ રણબીર કપૂર સચિન તેંડુલકર રજનીકાંત રામચરણ સમગ્ર અંબાણી પરિવાર આ તમામ પ્રખ્યાત હસ્તીઓ પહોંચ્યા હતા તેમણે અયોધ્યા રામ મંદિર મૂર્તિની સાથે સાથે અનેક મંદિરોની પણ મુલાકાત લીધી હતી. જ્યાં જાય તેમને દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ તમામ લોકોએ ભારતીય સંસ્કૃતિ સંસ્કારો અને ધર્મના પણ ખૂબ જ વખાણ કર્યા હતા.
આ તમામ મહેમાનો મૂર્તિ પ્રતિષ્ઠા બાદ પરત ફરતા જોવા મળ્યા હતા જ્યાં દરેક લોકોએ ખૂબ જ ભારે હૃદય સાથે અયોધ્યા એરપોર્ટ પર વિદાય આપી હતી પરંતુ આ વિદાય વચ્ચે અનેક સમાચારો સામે આવ્યા છે જે સમાચાર સાંભળીને તમે પણ જય શ્રી રામ બોલી વખાણ કરવા લાગશે જેમાં ભારતના નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝ નો ડંકો વગાડનાર જેકી શ્રોફે અયોધ્યા રામ મંદિર માટે અનોખું સમર્પણ આપ્યું હતું જે સાંભળીને તમે પણ વાહવા કરવા લાગશો કારણ કે જેકી શ્રોફ એરપોર્ટ પર જોવા મળ્યો હતો અને તેમનું ઢોલ નગારા સાથે તેમના ચાહકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારે તે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામની મૂર્તિ ને પકડી ખુલ્લા પગે જોવા મળ્યો હતો ત્યારે અનેક ચાહકોને પ્રશ્ન થયો હતો કે જેકી શ્રોફે પગમાં શા માટે ચપ્પલ કે બુટ પહેર્યા નથી પરંતુ જેકી શ્રોફે કોઈપણ પ્રતિક્રિયા આપી ન હતી પરંતુ જ્યારે તે અયોધ્યાથી વિદાય લઈ રહ્યો હતો.
प्रभु राम को पाकर
— BJP (@BJP4India) January 22, 2024
भक्त हुए भाव-विभोर…#राम_का_भव्य_धाम pic.twitter.com/vX50C77HJ3
ત્યારે વિવેક ઓબેરોય સાથે ફોટો શૂટ કરાવતો હતો ત્યારે વિવેકે પૂછું કે તમે પગમાં કેમ કંઈ પહેર્યું નથી ત્યારે તેમણે કહ્યું હતું કે હું અયોધ્યા આવતા અને જતા પગમાં ચપ્પલ નહીં પહેર્યું અને મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામની મૂર્તિને લાવીશ આવો મે નિયમ લીધો હતો તે કારણે જ મેં પગમાં કંઈ પહેર્યું નથી વિડીયો તેની અનેક તસવીરોસોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ હતી. જેમાં તે વીડિયોમાં બોલતા જોવા મળી રહ્યો છે કે યે યહાં સે નંગે પેર અયોધ્યા ગયે ઓર વાપસ આયે આવું વિવેક કહી રહ્યો છે. જેકી શ્રોફ કોઈને દેખાવડો કરવા માંગતા ન હતા તેથી જ તેણે આ વાત પર કોઈ ખુલાસો કર્યો ન હતો. ખરેખર આટલા મોટા અભિનેતા હોવા છતાં પણ પોતાની સાધગી ધર્મ પ્રત્યે નિષ્ઠા સંસ્કારો સંસ્કૃતિને આજ દિન સુધી ભૂલ્યા નથી.
આ જ કારણથી આજે તેઓ લાખો ચાહકોના દિલમાં રાજ કરી રહ્યા છે તથા તેની મોટી સંખ્યામાં ચાહકો પણ રહેલા છે ચાહકો પણ તેમને હંમેશા પ્રેમ સાથ અને સહકાર આપે છે. જેકી શ્રોફે પોતાના જીવનમાં અનેક સુપરહિટ ફિલ્મો બનાવ્યા છે જે લોકોને ખૂબ જ પસંદ આવ્યા હતા જેકી શ્રોફે દરેક રોલને ખૂબ જ સારી રીતે નિભાવે છે. તેથી તે આજના સમયમાં પણ બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં ડંકો વગાડી રહ્યા છે જેકી શ્રોફના માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના દરેક ખૂણે ચાહકો રહેલા છે જેકી શ્રોફે અયોધ્યા રામ મંદિર માટે આ અનોખો ત્યાગ કર્યો હતો જેને લઈને તે એક ચર્ચાનો વિષય બની ગયો હતો. વિવેકે તેની તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયામાં શેર કર્યા હતા. જેમાં લોકોએ ખૂબ લાયક અને કોમેન્ટ દ્વારા જય શ્રી રામ ના નારા તથા ખૂબ જ વખાણ કર્યા હતા.