ગુજરાતી અભિનેત્રી જાનકી બોડીવાલાએ પોતાના બ્રેકફાસ્ટની તસ્વીરો શેર કરી, ચાહકોએ કહ્યું કે ખમણ ઢોકળા ક્યાં ગયા
આજે બોલીવુડ ક્ષેત્રની સાથે સાથે ગુજરાતી ફિલ્મની ઇન્ડસ્ટ્રી પણ સફળતાનો દરેક શિખર પ્રાપ્ત કરી રહી છે. તેમાં અનેક અભિનેતા અને અભિનેત્રીનો ખૂબ જ મોટા પ્રમાણમાં ફાળો રહ્યો છે. આવી જ એક ગુજરાતી અભિનેત્રી જાનકી બોડીવાલા એ આજે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ને ખૂબ જ સફળતા અપાવી છે. એક સામાન્ય શરૂઆતથી આજે જાનકી બોડીવાલા બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝ સુધી પહોંચી ગઈ છે તેની ચર્ચાઓ બોલિવૂડના દરેક અભિનેતા અને અભિનેત્રીઓ કરી રહ્યા છે.
જાનકી બોડીવાલા ફિલ્મ સાથે સાથે ફૂડની પણ શોખીન છે. તેને થોડા સમય પહેલા સોશિયલ મીડિયા એકાઉન્ટમાં તસવીરો શેર કરી હતી.વાયરલ તસવીરો માં અભિનેત્રી બ્રેકફાસ્ટ ની મજા માણી રહી છે જેમાં અલગ અલગ બ્રેકફાસ્ટ ફૂડ જોવા મળી રહ્યા છે આ સાથે સાથે જાનકી બોડી વાલા સવાર સવારમાં ખૂબ જ ક્રેઝી અંદાજમાં જોવા મળી રહી છે. અભિનેત્રીના વ્હાઇટ શોર્ટ ડ્રેસ ની તસ્વીરો એ લોકો ના દિલ જીતી લીધા હતા. તસવીરમાં જાનકી એ ખૂબસૂરત સ્માઈલ આપી હતી.જે લોકો ને ખૂબ જ પસંદ આવી હતી.
જાનકી બોડીવાલા અવનવી વાનગી ટેસ્ટ કરવાની ખૂબ મોટી શોખીન છે.આ સાથે તે અવારનવાર અનેક ફૂડ ની તસવીરો પણ શેર કરતી હોય છે. આ તસવીર ને અત્યાર સુધી બે લાખ કરતા પણ વધારે લાઇક અને કોમેન્ટ આવી ચૂકી છે. એમાં જાનકીના ચાહકે લખ્યું હતું કે ઇટ કેરફૂલી,આવી વાનગી તો પહેલા ક્યારેય નથી જોય આવી અવનવી કોમેન્ટ જોવા મળી હતી.
આપણે સૌ લોકો જાણીએ છીએ કે જાનવી એ ગુજરાતી પરિવાર માંથી આવે છે.એમાં ગુજરાતી લોકો સવારે ફાફડા જલેબી ખમણ ઢોકળા ખાવાનું પસંદ કરે છે તેવામાં જાનકી આજે એક અભિનેત્રી બની ગઈ છે અને સવાર સવારમાં અવનવી વાનગીની મજા માણતી જોવા મળી હતી તેથી લોકોને ખૂબ જ નવાય લાગી હતી. લોકોએ આ તમામ આઈટમ ના નામ પણ પૂછ્યા હતા હાલમાં તો આ તસ્વીર ચારે કોર ધૂમ મચાવી રહી છે.