| |

બોલીવુડની અભિનેત્રી જાનવી કપૂરએ જયપુરમાં પબ્લિકની વચ્ચે લસ્સી પીવાની મજા માણી, જુઓ વાયરલ વિડીયો

બોલીવુડની સુંદર અભિનેત્રી જાનવી કપૂર પોતાની મિસ્ટર એન્ડ મિસિસ માહી ફિલ્મ લાવવા જઈ રહી છે. આ ફિલ્મ માટે તેમના ચાહકો ખૂબ મોટી સંખ્યામાં ઉત્સાહ દર્શાવી રહ્યા છે જેથી આ ફિલ્મ બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં સુપરહિટ થઈ ધૂમ મચાવે તેવી શક્યતા છે. આ ફિલ્મ માટે જાનવી કપૂર અવારનવાર અનેક જગ્યાએ જોવા મળે છે આ સાથે સાથે ફિલ્મના અને પોસ્ટર અને ગીત પણ સામે આવતા જોવા મળે છે.

આ ફિલ્મની સફળતા માટે જાનવી કપૂર અને સિદ્ધાર્થ રાઓ પવિત્ર ગંગા માતા ના આશીર્વાદ લેવા માટે ગંગાઘાટ પર પહોંચ્યા હતા.જેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ હતી. વાયરલ તસવીરોમાં આપ જોઈ શકો છો કે સિદ્ધાર્થ રાઓ અને જાનવી કપૂર બંને સંપૂર્ણ ભારતીય પહેરવેશમાં ગંગાઘાટ પર પૂજા કરતા અને આરતી કરતાં જોવા મળે છે આ સાથે તેણે ખૂબ જ આનંદની પળો પણ માણી હતી. આ દરમિયાન સિદ્ધાર્થ એ વાઈટ શર્ટ અને પેન્ટ પહેર્યું હતું.

આ સાથે સાથે થોડા સમય પહેલા જાનવી કપૂર પિંક સીટી જયપુરમાં એક દુકાનમાં પબ્લિક વચ્ચે લસ્સીની મજા માણતી જોવા મળી હતી જેનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે આ સાથે વીડિયોમાં આસપાસ તેના ચાહકો પણ જોવા મળી રહ્યા છે જાનવી કપૂરે પબ્લિક વચ્ચે લસ્સી ની મજા માણી હતી.જયપુર માં જાનવી કપૂર માટે કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તમામ ચાહકોએ ખૂબ નજીકથી જાનવી કપૂરને નિહાળી હતી.

આ સાથે સાથે જાનવી કપૂર એ જયપુર ની લસ્સી ના ખૂબ વખાણ કર્યા હતા. આ દરમિયાન તેનો લુક પણ લોકોને ખૂબ પસંદ આવ્યો હતો. આ વીડિયોને અત્યાર સુધી 48,000 કરતાં પણ વધારે લોકોએ જોયો છે તથા 500 કરતા પણ વધારે લોકોએ કોમેન્ટ કરી હતી. આ સાથે સાથે જાનવી કપૂરની આવનારી ફિલ્મ માટે શુભેચ્છા અને શુભકામનાઓ પણ પાઠવી હતી.

Similar Posts

One Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *