અંબાણી પરિવારની શિવ પૂજામાં જાનવી કપૂરે પોતાની સુંદરતાથી લોકોને દિવાના બનાવ્યા રંગબેરંગી લેંઘામાં લાગે છે ખૂબ જ સુંદર જુઓ તસવીરો
અંબાણી પરિવારના ઘરે એન્ટિલિયામાં અનંત અને રાધિકાના લગ્નના શુભ પ્રસંગ માટે શિવ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશેષ પૂજા માટે અંબાણી પરિવાર સહિત સગા સંબંધી અને સેલિબ્રિટીઓ પણ જોડાયા હતા જેમણે ભગવાન મહાદેવની શિવ પૂજામાં હાજરી આપી આ કાર્યક્રમને ખાસ અને વિશિષ્ટ બનાવ્યો હતો. તમામ ઉપસ્થિત લોકો પરંપરાગત ભારતીય પહેરવેશમાં જોવા મળ્યા હતા જેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે જ ચાહકો તરફથી પણ ખૂબ લાઈક અને કોમેન્ટ દ્વારા પ્રેમ જોવા મળ્યો હતો.

અંબાણી પરિવારના લગ્ન પ્રસંગ માટે હાજર થયેલી અભિનેત્રીઓએ પણ પોતાની સુંદરતાનો જાદુ લોકો સમક્ષ બતાવ્યો હતો. આ શિવ મહાપૂજામાં બોલીવુડની સુંદર અભિનેત્રી જાનવી કપૂર એ આકર્ષક અંદાજ સાથે તમામ લોકોને દીવાના બનાવી દીધા હતા. જાનવી કપૂરની માતા શ્રીદેવીની જેમ જ તે લાગી રહી હતી. આ પૂજામાં જાનવી કપૂર પોતાના બોયફ્રેન્ડ શિખર પહાડિયા સાથે જોવા મળી હતી જેની તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે આ બંને લોકોની જોડી બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં લોકોને ખૂબ જ પસંદ આવે છે આ કારણથી જ તેમની તસવીરો પોતાની સાથે જ તમામ ચાહકો લાયક અને કોમેન્ટમાં વરસાદ વરસાવે છે.

આ મહાપૂજામાં જાનવી કપૂર એ પહેરેલો ડ્રેસ ફેશન ડિઝાઈનર અનામિકા ખન્ના દ્વારા બનાવવામાં આવ્યો હતો. વાદળી દુપટ્ટા સાથે રંગબેરંગી લહેંગામાં જાનવી કપૂર ખૂબ જ સુંદર લાગી રહી છે તેને આ અંદાજ સાથે અલગ અલગ પોઝમાં ફોટોશૂટ કરાવ્યું હતું. આ લેંઘામાં લાલ પીળો કેસરી ગુલાબી લીલો જેવા કલરનો સમાવેશ થાય છે. લેહંઘા માં નાની પાંદડીઓને કેરીનો ઉપયોગ કરી ખૂબ જ બારીકાઈથી ભરતકામ કરવામાં આવ્યું છે જેથી ડ્રેસની સુંદરતા વધારે ખીલી ઉઠે છે. બોર્ડરમાં પર્પલ રેડ અને બ્લુ કલરમાં અેમરોડરી કરી અલગ અલગ ડિઝાઇન બનાવવામાં આવી છે.

આખા લેંઘા ને સંપૂર્ણ લુક આપવા માટે ખૂબ જ નજીકથી ભરત કામ કરવામાં આવ્યું છે. અભિનેત્રી ના સ્કર્ટ માં લાલ,વાદળી,લીલો, નારંગી, પીળો ગુલાબી ક્રીમ કલર નો સમાવેશ થાય છે. મલ્ટી કલર સાથે એના વાદળી દુપટ્ટા ને આકાર આપવામાં આવ્યો છે. હવે જો જાનવી કપૂરની જ્વેલરી ની વાત કરવામાં આવે તો તેણે વાદળી પથ્થરો અને મેચિંગ ઇયરિંગ્સનો ઉપયોગ કર્યો હતો. આ સાથે ગોલ્ડન કમર બેન્ડ, બંગડીઓને વીંટી જોવા મળી હતી. એમના માથામાં રંગબેરંગી ફૂલોનો ગજરો લગાવી પોતાની સુંદરતામાં વધારો કર્યો હતો.
