| |

શ્રીકૃષ્ણના જન્મોત્સવ નો પર્વ એટલે જન્માષ્ટમી 

આપણે સૌ લોકો ભગવાનના જન્મોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવતા હોઈએ છીએ. તેમાં પણ શ્રાવણ વદ આઠમના દિવસે આપણે જન્માષ્ટમી ઉજવીએ છીએ કારણ કે તે દિવસે ભગવાન વિષ્ણુના અવતાર એટલે કે શ્રીકૃષ્ણ ભગવાનનો જન્મ થયો હતો. સમગ્ર ભારત ભર માં આ તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે તમામ મંદિરોમાં તથા શ્રીકૃષ્ણ ના ધાર્મિક સ્થાનો પર ભક્તોની ખૂબ જ વહેલી સવારથી ભીડ જોવા મળે છે તથા લોકો પોતાના ઘર તથા ઘરના મંદિરોને પણ સુશોભિત કરતા હોય છે કારણ કે આજે ભગવાન સ્વયમ ધરતી પર અવતાર ધારણ કરી સૌ લોકોને આશીર્વાદ આપતા હોય છે.

લોકો ભગવાનના જન્મોત્સવ માટે અલગ અલગ વાનગીઓ તથા ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરતા હોય છે સૌ લોકો કૃષ્ણના રંગમાં રંગાઈ જતા હોય છે. તમામ જગ્યાએથી માત્રને માત્ર શ્રીકૃષ્ણના ભજનનો નાદજ સંભળાતો હોય છે. ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ રાત્રે 12:00 વાગે થયો હોવાથી સૌ ભક્તજનો મોડી રાત્રે સુધી ભગવાનના જન્મોત્સવની ઉજવણી કરતા હોય છે. લોકો રાત્રે 12:00 વાગે ભગવાન શ્રીકૃષ્ણની આરતી કરી તથા નાચ ગાન કરતા હોય છે. જન્માષ્ટમી નો આ ઉત્સવ દ્વારકા ડાકોર મથુરા ગોકુળ જેવા સ્થળોમાં અનોખી રીતે ઉજવવામાં આવે છે. ભગવાન શ્રીકૃષ્ણના જન્મ ના ચરિત્રો પણ અનેરા છે.

ભગવાન શ્રીકૃષ્ણ માતા દેવકી અને વાસુદેવના પુત્ર હતા કે જેનો જન્મ જેલમાં થયો હતો પરંતુ નંદબાબા તેને યમુના નદી પાર કરાવીને મા યશોદા પાસે મૂકી આવ્યા હતા. આવી જ કંઈક કથા જન્માષ્ટમીના પર્વ પાછળ રહેલી છે લોકો રાત્રે 12 વાગ્યા પછી આરતી તથા નાચગાન કરી પંજરીનો પ્રસાદ વહેંચતા હોય છે તથા કનૈયા ને પારણામાં ઝુલાવતા હોય છે તેના બીજા દિવસે લોકો મટકી ફોડે છે અને દરેક જગ્યાએ તેની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરતા હોય છે આવી જ રીતે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ નો તહેવાર તમામ ભક્તજનો માટે ખૂબ જ અનોખો હોય છે લોકો ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિ કરી આ તહેવારમાં ધન્યતા અનુભવતા હોય છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *