ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં જીત બાદ ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહનું અમદાવાદમાં થયું ભવ્ય સ્વાગત મેન ઓફ ધ સિરીઝની ટ્રોફી તેની માતાને કરી અર્પણ, જુઓ વાયરલ વિડિયો

આપણે સૌ લોકો જાણીએ છીએ કે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ 2024 માં ભારત સાઉથ આફ્રિકા સામે જીતી વિશ્વ વિજેતા બનવામાં સફળ રહી હતી.આ સાથેજ તમામ ભારતીય ની આતુરતાનો અંત આવ્યો હતો અને દેશ-વિદેશમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. સમગ્ર ભારતની ટીમનું મુંબઈમાં ચાહકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને વાનખેડે ના સ્ટેડિયમમાં જીત ની ઉજવણી નો માહોલ જોવા મળ્યો હતો. હવે ટી 20 વર્લ્ડ કપના તમામ ખેલાડીઓ પોતાના ઘરે પરત ફરી રહ્યા છે જે આ થોડા સમય પહેલા ભારતની ટીમના ફાસ્ટ બોલર જસ્પ્રીત બૂમરાહ નું તેમના ઘર આંગણે અમદાવાદમાં ભવ્ય સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું.

T20 વર્લ્ડ કપ માં ભારતની દરેક જીત પાછળ જસ્પ્રીત બૂમરાહએ પોતાની જોરદાર બોલિંગ થી મહત્વનું યોગદાન આપ્યું છે.આ કારણથી જ અમદાવાદ તેમના ઘર આંગણે પહોંચતા ની સાથે જ આસપાસના લોકો અને પરિવારજનો દ્વારા ખૂબ જ ભવ્ય રીતે તેનું સ્વાગત કરાયું હતું. આ તમામ તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે જેમાં તમામ ચાહકો જસ્પ્રીત બૂમરાહ ને અભિનંદન અને શુભેચ્છા પાઠવી રહ્યા છે.

વાયરલ વીડિયોમાં આપ જોઈ શકો છો કે જસ્પ્રીત બૂમરાહ પોતાની બ્લેક કારમાંથી બહાર નીકળે છે. આ બાદ હાજર લોકો તેનું ફૂલોનો હાર પહેરાવી સ્વાગત કરે છે.અને આ ખુશીના પ્રસંગ નિમિત્તે તમામ લોકોએ ડાન્સ ની મજા માણી હતી. આ સાથે તમામ લોકો જસ્પ્રીત બૂમરાહ ને મીઠાઈ ખવડાવી પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા છે. આબાદ તેની માતા તેને ગળે લગાડી ખૂબ જ ભાવુક થતી જોવા મળે છે.જસ્પ્રીત બૂમરાહ ત્યારબાદ મેન ઓફ ધ સિરીઝની ટ્રોફી તેના હાથમાં અર્પણ કરતો જોવા મળે છે. કારણકે તેની દરેક સફળતા પાછળ માતાનો ખૂબ સાથ સહકાર રહેલો છે આ કારણથી જ તે પોતાની માતાને ખૂબ જ પ્રેમ કરે છે.

જસ્પ્રીત બૂમરાહ તેની માતાને
ટ્રોફી આપતી વખતે ખૂબ જ ખુશ જોવા મળી રહ્યો છે. આપણે સૌ લોકો જાણીએ છીએ કે તેણે સાઉથ આફ્રિકાની ફાઈનલ મેચમાં ચાર ઓવરમાં માત્ર 18 રન આપી બે વિકેટ સાથે ભારતને જીત અપાવી હતી.જસ્પ્રીત બૂમરાહ આ મેચમાં હીરો તરીકે સાબિત થયા હતા ભારતના તમામ લોકો જસ્પ્રીત બૂમરાહ આ પ્રદર્શન ક્યારે પણ ભૂલી શકશે નહીં.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *