કથાકાર જયા કિશોરીએ પોતાની કથાનો ચાર્જ અંગે ખુલાસો કર્યો તમામ પૈસા એવી જગ્યાએ વાપરે છે કે વાત સાંભળી લોકો ના દિલ ખુશ થઈ ગયા

આપણી સંસ્કૃતિના ભજનો ખૂબ જ પ્રખ્યાત છે જે સાંભળતાની સાથે જ આપણા હૃદયમાં ખૂબ શાંતિનો અહેસાસ થાય છે તથા ભગવાન પ્રત્યેની ભક્તિ આપો આપ વધી જતી હોય છે. આ તમામ ભજનો પાછળ અનેક વ્યક્તિનો અગ્રીમ ફાળો હોય છે. જેના કંઠ થી ગવાયેલા ભજનો આપણને દુનિયાની અશાંતિમાંથી શાંતિનો અહેસાસ કરાવતા હોય છે. આવા જ ભજનના માધ્યમથી ફેમસ થયેલા જયા કિશોરી આજે સમગ્ર વિશ્વમાં પોતાના સુરથી ભજનનો ડંકો વગાડ્યો છે. જયા કિશોરી ને આજે પોતાના કંઠેથી ગાયેલા ભજનને કારણે એક અલગ નામના મળી છે.

આજે તેમના ભજન માત્ર ગુજરાત ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં લોકો સાંભળી રહ્યા છે જેના ભજનને સાંભળતા જ આપણા હૃદયને એક અલગ પ્રકારની સુકુન પ્રાપ્ત થતું હોય છે. તેના ગળામાં સાક્ષાત સરસ્વતી માતા બિરાજમાન છે જેનો સુર લોકોને ખૂબ પસંદ આવે છે. માત્ર દસ વર્ષની ઉંમરમાં જયા કિશોરી અનેક ભજનો ગાય લોકોને પોતાના સુરતી મંત્રમુગ્ધ કરી દીધા હતા. આજના સમયમાં જયા કિશોરી ના ભજનો વિશ્વના દરેક ખૂણે સંભળાય રહ્યા છે.

જયા કિશોરીએ ભારતીય સંસ્કૃતિના ભજનનો વારસો ખૂબ સારી રીતે સાચવી રાખ્યો છે. જયા કિશોરી ની કથામાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો તેમને સાંભળવા માટે આવે છે પરંતુ જ્યારે જયા કિશોરીને ઇન્ટરવ્યૂ વખતે પૂછવામાં આવ્યું કે તેઓ એક કથાનો ચાર્જ કેટલો લે છે ત્યારે તેણે કહ્યું કે હું આ વાત અહીંયા તો નહીં કહું પરંતુ મારી વેબસાઈટ પર તમે જશો એટલે આપોઆપ તમને ચાર્જ ખબર પડી જશે હું આ વાત કોઈથી છુપાવીશ નહીં. હું જે પણ કાર્ય કરું છું તે બધાને ખબર જ છે હું માત્ર મારી સેવા કરું છું.

મારા જીવનની તમામ કમાણી હું મારી મહેનતથી કરું છું પરંતુ મહેનતની કમાણી દરેક લોકોના સમજમાં નથી આવતી. તમામ લોકોને અન્યનું કમાયેલું ચોરીનું જ લાગે છે. પરંતુ વેબસાઈટ પરથી જાણવા મળ્યું કે જયા કિશોરી એક કથાનો ચાર્જ 9 થી 10 લાખ રૂપિયા લે છે પરંતુ તે કોઈ અન્ય જગ્યાએ ખર્ચ નહીં પરંતુ નારાયણ સેવા સંસ્થાને દાનમાં આપે છે.

નારાયણ સેવા સંસ્થા અપંગ નિરાધાર ગરીબ લોકોની સેવા કરી રહી છે. આ સંસ્થામાં અનેક ગાયોની પણ સેવા કરવામાં આવે છે. હાલના સમયમાં કથાકાર જયા કિશોરી પોતાના ભજન અને વિચારને વિશ્વસ્તરે લઈ જવામાં સફળ રહી છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *