ગોંડલમાં જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશના એવા જોરદાર લગ્ન કર્યા કે…લોકો જોતા રહી ગયા
પૂર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજાના પુત્ર અને ગોંડલના વર્તમાન ધારાસભ્ય ગીતાબાના પુત્ર જ્યોતિરાદિત્યસિંહ ઉર્ફે ગણેશભાઈનો તા.12 થી 14 દરમિયાન રાજકોટમાં ભવ્ય લગ્નોત્સવ યોજાયો હતો. સજાવટ સુંદર હતી, અને કીર્તિદાન ગઢવી, રાજભા ગઢવી, જિજ્ઞેશ કવિરાજ અને કિંજલ દવે જેવા પ્રખ્યાત કલાકારોએ કાર્યક્રમમાં પર્ફોર્મન્સ આપ્યું હતું. લોકોએ પૈસાનો વરસાદ કર્યો અને વરરાજાને અભિનંદન આપ્યા.
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વર-કન્યાને લગ્નની શુભેચ્છા આપવા હેલિકોપ્ટર દ્વારા ગોંડલ પહોંચ્યા હતા.
લગ્ન દરમિયાન ગણેશભાઈ અને રાજેન્દ્રસિંહ જાડેજા સાથે વજીબેન સોલંકી નામના વૃધ્ધ દુ:ખદ સમાચાર સાથે વરરાજાને ત્યાં પહોંચ્યા હતા. વજીબેનના 40 વર્ષના પુત્રને જન્મથી જ બંને પગમાં પોલિયો હતો અને થ્રી-વ્હીલર ચલાવતી વખતે અકસ્માતમાં તેનો એક પગ તૂટી ગયો હતો.
તે છેલ્લા 24 કલાકથી એક ઝૂંપડીમાં અસહ્ય વેદના સાથે સૂતો હતો, તેની પાસે કોઈ પૈસા, કોઈ સરકારી જીવન કાર્ડ કે અન્ય કોઈ દસ્તાવેજ નથી. વરરાજા તેની વાર્તાથી પ્રભાવિત થયા અને તરત જ ગોંડલના જાણીતા તબીબ ડૉ. દીપક વડોદરિયાનો સંપર્ક કર્યો હતો, જેમણે દર્દીની સારવાર કરી તેના પર વિનામૂલ્યે સર્જરી કરી હતી.
બાદમાં ગણેશભાઈએ અન્ય ખર્ચાઓની જવાબદારી ઉપાડી ગરીબ પરિવારના આંસુ લૂછ્યા હતા. વરરાજાના પિતા જયરાજ સિંહ હંમેશા તેમની જાહેર સેવા માટે જાણીતા હતા અને ગણેશભાઈએ તેમના લગ્ન વખતે પણ જરૂરિયાતમંદોને મદદ કરવાની કૌટુંબિક પરંપરા ચાલુ રાખી હતી.