કવિરાજ તરીકે જાણીતા જીગ્નેશ બારોટ હાલ માં ઇન્ડોનેશિયાના બાલીમાં માણી રહ્યા છે વેકેશન ની મજા, જીગ્નેશ બારોટ ને આવા અંદાજમાં તમે આજ સુધી નહીં જોયા હોય જુઓ વાયરલ તસવીરો
હાલ ઉનાળા વેકેશનનો માહોલ ચાલી રહ્યો છે આ માહોલ વચ્ચે ગુજરાતના અનેક કલાકારો દેશ-વિદેશના પ્રવાસ પર જોવા મળે છે જેને અનેક તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થતી હોય છે. થોડા સમય પહેલા લોકસંગીતકાર કિર્તીદાન ગઢવી ઉજ્જૈન મહાકાલ મંદિરની મુલાકાતે પોતાના સમગ્ર પરિવાર સાથે જોવા મળ્યા હતા.
આ સાથે ગીતા રબારી યુગાન્ડા અને કતાર જેવા દેશમાં આયોજિત થયેલ લોક ડાયરામાં હાજરી આપી હતી. પરંતુ આ વચ્ચે કવિરાજ તરીકે જાણીતા જીગ્નેશ બારોટ પણ પોતાના ઉનાળા વેકેશનની મજા માણી રહ્યા છે જેની તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે.
વાયરલ તસવીરોમાં આપ જોઈ શકો છો કે જીગ્નેશ બારોટ બાલી ઇન્ડોનેશિયાના પ્રવાસમાં પોતાના વેકેશન નો સમય પસાર કરી આનંદ માણી રહ્યા છે. જીગ્નેશ બારોટ એ બાલીમાં આવેલા અનેક પ્રખ્યાત સ્થળોની મુલાકાત લીધી હતી. જેમાં પ્રથમ તસવીરો માટે ધોધ પાસે જોવા મળી રહ્યા છે જ્યારે બીજી તસવીરમાં મોટા પર્વતોની આસપાસ અને ગાર્ડન વિસ્તારમાં મજા માણી રહ્યા છે.
જીગ્નેશ બારોટ એ તમામ સ્થળ એ આકર્ષક અંદાજમાં પોઝ આપી ગોગલ્સ પહેરી ફોટો શૂટ કરાવ્યું હતું. લોકોને આ પોઝ ખૂબ જ પસંદ આવ્યા હતા. જીગ્નેશ બારોટ આ તસ્વીર શેર કરતા કેપ્શન માં લખ્યું હતું કે વેકેશન મોડ એટ બાલી ઈન્ડોનેશિયા એટલે કે જીગ્નેશ બારોટ હાલમાં વેકેશનની મજા બાલી ઈન્ડોનેશિયામાં માણી રહ્યા છે તેવા ચાહકોને સમાચાર આપ્યા હતા. ચાહકોએ આ તસવીરમાં ખૂબ લાયક અને કોમેન્ટ કરી હતી.
જીગ્નેશ બારોટ ની આ તસવીરને અત્યાર સુધી 17000 કરતાં પણ વધારે લાઇક મળી ચૂકી છે. જીગ્નેશ બારોટ ના ખૂબ મોટી સંખ્યામાં ચાહકો રહેલા છે જે તેમને કવિરાજ તરીકે ઓળખે છે. હાલમાં તો લોકોએ કોમેન્ટ દ્વારા જીગ્નેશ બારોટ ની આ નવી સફર માટે શુભેચ્છાઓ અને શુભકામના વ્યક્ત કરી હતી. સાથે સાથે જલ્દીથી ફરીવાર ભારત પાછા આવવાનું જણાવ્યું હતું.