જીગ્નેશ દાદાની ભગુડા મોગલ ધામ ખાતે ભવ્ય પધરામણી જયરાજ આતા આહિરે હાર પહેરાવી કર્યું ભવ્ય સ્વાગત
આપણે સૌ લોકો જાણીએ છીએ કે ભાગવત કથાકાર જીગ્નેશ દાદા એ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ભાગવતનો ડંકો વગાડી દીધો છે તે સૌ ગુજરાતવાસીઓ તથા ભારતવાસીઓ માટે ગર્વની વાત છે ત્યારે હાલમાં જ લોકપ્રિય કથાકાર જીગ્નેશ દાદા માં મોગલના ભગુડા ધામમાં પધાર્યા હતા. આ સાથે જ લોકસાહિત્યકાર માયાભાઈ આહીર ના દિકરા જયરાજ આહિરે પૂજ્ય જીગ્નેશ દાદા નું હાર પહેરાવી સ્વાગત કર્યું હતું.
માયાભાઈ આહીર ના દીકરા જયરાજ આહિર આટલી મોટી પ્રતિષ્ઠા ધરાવતા હોવા છતાં પોતાના સંસ્કારો અને સંસ્કૃતિને ક્યારેય ભૂલ્યા નથી. જીગ્નેશ દાદા ની જયરાજ આહીર સાથે ભગુડામાં અનેક તસવીરો વાયરલ થઈ હતી. જેમાં જોઈ શકાય છે કે જીગ્નેશ દાદા એ મા મોગલ ના ભગુડા ધામની મુલાકાત કરી હતી ત્યારબાદ તેમને સાલ ઓઢાડી જીગ્નેશ દાદા નું સન્માન કર્યું હતું તથા તેમના આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી. ત્યારબાદ જીગ્નેશ દાદાએ અનેક આશીર્વાદ આપ્યા હતા. ત્યારબાદ જીગ્નેશ દાદા એ ભગવતી માં મોગલના ચરણોમાં માથું ઝુકાવી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
આમ તો જીગ્નેશ દાદા અનેકવાર ભગુડા ધામની મુલાકાત કરી છે તેથી jignesh દાદા અને હૃદયમાં આ ભગુડા ધામ કાયમને માટે એક વિશિષ્ટ સ્થાન ધરાવે છે જીગ્નેશ દાદા ની આ મુલાકાત હંમેશા લોકો માટે યાદગાર બની રહેશે. તેમની સાથે સાથે તેમને અનેક લોકો સાથે મુલાકાત પણ કરી હતી. આ ભગુડા ધામમાં અખિલ બ્રહ્મા નું સંચાલન કરનારી ભગવતી માં મોગલ બિરાજમાન છે અને આજે પણ કળિયુગમાં લાખો કરોડો ભક્તોના દુઃખી તેને નષ્ટ કરે છે આ ભગુડા ધામમાં દેશ-વિદેશથી અનેક ભક્તો માં મોગલના દર્શન કરવા માટે આવે છે તથા તેના આશીર્વાદ લઈ ધન્યતા પ્રાપ્ત કરે છે.
મા મોગલ પણ પોતાના કોઈ પણ ભક્તને નિરાશ થવા દેતી નથી તેની દરેક મનોકામના પૂર્ણ કરી તેમના જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને સારું સ્વાસ્થ્ય અર્પણ કરે છે મા મોગલ ને આજે માત્ર એક જ વરણ નહીં પરંતુ 18 વરણ તેમની પૂજા કરે છે. અહીં દર વર્ષે ભગુડા પાટોત્સવમાં અનેક કલાકારો હાજરી આપી ડાયરાની રમઝટ જમાવે છે તેમની સાથે સાથે દર રવિવાર તથા મંગળવારે ભક્તોની ભારે ભીડ રહે છે.
ભગુડા ધામ મોગલ ખાતે મંગળવાર અને રવિવારે દર્શન કરવાનું અનેરુ મહત્વ છે લોકો અહીં માનતા રાખે છે તથા માં મોગલ દરેક ભક્તોની માનતા પૂર્ણ કરે છે લોકો અહીં દૂર દૂરથી માં મોગલના દર્શન કરવા માટે પગપાળા પણ આવે છે તથા અહીં દરેક ઉત્સવની ખૂબ જ ધામધૂમ થી ઉજવણી કરવામાં આવે છે. હાલમાં તો ભાગવત કથાકાર જીગ્નેશ દાદા એ ભગુડા ધામની મુલાકાત લીધી હતી. જ્યાં તેમનું માયાભાઈ આહીર ના દિકરા જયરાજ આટા આહીર એ સ્વાગત સન્માન કર્યું હતું.