ફિલ્મના હીરોને પણ ટક્કર આપે છે જીગ્નેશ કવિરાજના આકર્ષક પોઝ જુઓ વાયરલ તસવીરો
આપણે સૌ લોકો જાણીએ છીએ કે ગુજરાતમાં કવિરાજ તરીકે જાણીતા જીગ્નેશ બારોટ પોતાના બેવફાના ગીતોને કારણે યુવાનોને ખૂબ જ લોકપ્રિય બન્યા છે. જીગ્નેશ કવિરાજ મહેસાણા જિલ્લામાં આવેલા ખેરાલુ ગામના વતની છે. આટલા મોટા કલાકાર હોવા છતાં પણ પોતાના વતન અને જન્મભૂમિને ક્યારેય ભૂલ્યા નથી આ કારણથી જ તેમને ખૂબ મોટી સંખ્યામાં લોકો પ્રેમ કરે છે.

જીગ્નેશ કવિરાજ ખૂબ જ ઓછો અભ્યાસ કર્યો હોવા છતાં પણ આજે સંગીત ક્ષેત્રે પોતાની એક અલગ ઓળખ અને નામના ઉભી કરી છે. જીગ્નેશ કવિરાજ 36 વર્ષના હોવા છતાં પણ આજે યુવાન લાગે છે. જીગ્નેશ કવિરાજને લક્ષ્મીરૂપી બે દીકરીઓને એક દીકરો છે. જીગ્નેશ કવિરાજના અને ગીતો આજે માત્ર ગુજરાતમાં નહીં પરંતુ વિદેશના ખૂણે ખૂણે લોકપ્રિય બન્યા છે. તેમને હાથમાં છે વિસ્કી આ ગીતથી એક અલગ જ ઓળખ અને સફળતા મળી હતી. આ સોંગ પર સેકન્ડોમાં જ 200 મિલિયન વ્યુસ આવ્યા હતા અને લોકો તરફથી પણ ખૂબ જ પ્રેમ મળ્યો હતો.

જીગ્નેશ કવિરાજના અન્ય ગીતોની વાત કરીએ તો ઉપર આપને નીચે ધરતી બેવફા તને દુરથી સલામ આવા અનેક ગીતો ગુજરાતી લોકસંગીતને આપ્યા છે. જીગ્નેશ કવિરાજે અનેક ફિલ્મોમાં પણ પોતાનો સૂર આપ્યો છે. જીગ્નેશ કવિરાજના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં 1.8 મિલિયન ફોલોવર છે આ પરથી અંદાજો લગાવી શકાય કે જીગ્નેશ કવિરાજના ખૂબ મોટી સંખ્યામાં ચાહકો રહેલા છે.

કવિરાજ અવારનવાર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં અનેક તસવીરો શેર કરતા હોય છે હાલમાં તેણે વાઈટ ટીશર્ટ સાથે બ્લેઝર માં ખૂબ જ આકર્ષક અંદાજ સાથે ફોટોશૂટ કરાવ્યું હતું. આ તસવીરો બોલિવૂડના હીરોને પણ ટક્કર આપે તેવી હતી. લોકોને આ તસવીરો ખૂબ જ પસંદ આવી હતી અને આ તસવીરોમાં 8000 કરતા વધારે લાઇક મળી ચૂકી છે લોકોએ કોમેન્ટમાં જીગ્નેશ કવિરાજના આકર્ષક અંદાજ સાથે પોઝ ના ખૂબ જ વખાણ કર્યા હતા.
