કાજલ મહેરીયાના ઘરે જીગ્નેશ કવિરાજ બન્યા મહેમાન, શાલ ઓઢાડીને કર્યું ભવ્ય સ્વાગત જુઓ વાયરલ તસવીરો
ગુજરાતી લોકસંગીતની દુનિયામાં કાજલ મહેરીયા એ પોતાને એક અલગ લોકપ્રિયતા મેળવી છે આ કારણથી જ અનેક કલાકારો તેમની સાથે ડાયરામાં જોવા મળતા હોય છે. થોડા સમય પહેલા કાજલ મહેરીયા ના ઘરે જીગ્નેશ કવિરાજ સાથે અન્ય સાથી કલાકારો એ મહેમાનગતિ કરી હતી જેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ હતી.
આપ સૌ લોકો જાણો છો કે કાજલ મહેરિયા અને જીગ્નેશ કવિરાજ અનેક સંગીત અને ડાયરા આ સાથે સાથે આલ્બમ સોંગમાં જોવા મળે છે આ બંનેની જોડીએ સંગીત ક્ષેત્રે ધૂમ મચાવી છે. કાજલ મહેરીયા ના આમંત્રણ ને માન આપી જીગ્નેશ કવિરાજના સાથી કલાકારો મહેમાન બન્યા હતા. કાજલ મહેરીયા એ હૈયાના ભાવથી જીગ્નેશ કવિરાજ અને સાથી કલાકારો નું ભવ્ય સ્વાગત કર્યું હતું.
આ સાથે સાથે શાલ ઓઢાડીને તમામ કલાકારો નું સન્માન કર્યું હતું. કાજલ મેહેરીયા અને જીગ્નેશ કવિરાજ ની જોડીને સાંભળવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં તેમના ચાહકો ડાયરામાં જોવા મળતા હોય છે આ સાથે સાથે તમામ ઘાયલ પ્રેમીઓ પણ આ બંનેના ગીતના દિવાના છે. આ તસવીરને અત્યાર સુધી 38000 કરતા પણ વધારે લાઇક મળી ચૂકી છે સાથે સાથે લોકોએ કોમેન્ટ દ્વારા તમામ કલાકારનું અભિનંદન પાઠવ્યા હતા.
કાજલ મહેરીયા તસવીર શેર કરતાં લખ્યું હતું કે મારા ઘરના મહેમાન બન્યા એ બદલ આભાર. કાજલ મહેરિયા ની અનેક એવોર્ડ તથા સર્ટિફિકેટ પણ પ્રાપ્ત થયા છે આ સાથે સાથે તે અનેક લગ્નમાં પણ લગ્ન ગીતમાં જોવા મળે છે લોકોએ કોમેન્ટ દ્વારા સંગીતની જોડી એટલે કે કાજલ મહેરિયા અને જીગ્નેશ કવિરાજના મન ભરીને વખાણ કર્યા હતા.
One Comment