John Abraham celebrate pet dog

અભિનેતા જોન અબ્રાહમે પોતાની પત્ની સાથે પાલતુ કુતરા નો જન્મદિવસ ઉજવ્યો, જુઓ ખાસ તસવીરો

બોલીવુડના હેન્સમ અભિનેતા જોન અબ્રાહમ પોતાના પાલતુ ડોગી ને ખૂબ જ પ્રેમ કરે છે માત્ર એટલું જ નહીં પરંતુ તે પોતાના ડોગિ ને પરિવારનો એક ભાગ માને છે તેથી જ તે દરેક ઇવેન્ટ અને ફિલ્મમાં જોવા મળે છે. તાજેતરમાં મુંબઈ માં જૂન 28 ના રોજ અભિનેતા જ્હોન અબ્રાહમ અને તેની પત્ની પ્રિયા રુંચલે તેમના પાલતુ કૂતરા સિયાના પ્રથમ જન્મદિવસ ની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરી હતી.

John Abraham celebrate pet dog

જ્હોન અબ્રાહમ ની પત્ની પ્રિયાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં પાલતુ કુતરાના જન્મદિવસની તસવીરો શેર કરી હતી. તસવીરમાં જન્મદિવસ માટે ખૂબ જ સુંદર કેક જોવા મળી રહી છે. બીજી તસવીરોમાં જ્હોન અબ્રાહમ અને તેની પત્ની પ્રિયા પોતાના કુતરા સાથે ખૂબ જ આકર્ષક અંદાજમાં પોઝ આપતા જોવા મળે છે.

આ કપલ પોતાના પાલતુ કૂતરાને ખૂબ જ પ્રેમ કરે છે આથી જ તમામ તસવીરોમાં કુતરા પ્રત્યેનો પ્રેમ જોવા મળ્યો હતો. આ બાદ પ્રિયાએ પોતાના પાલતુ કુતરા શિયાને આઈસ્ક્રીમ ખવડાવતી જોવા મળે છે. જોન અબ્રાહમ અને તેની પત્ની પ્રિયાએ પોતાના ડોગી ના જન્મદિવસ માટે ખાસ આઉટ ફીટમાં જોવા મળ્યા હતા વાયરલ તસવીરોમાં આપ જોઈ શકો છો કે જોન અબ્રાહમ બ્લેક હુડીમાં જોવા મળી રહ્યો છે જ્યારે તેની પત્ની જાંબલી ટી-શર્ટ અને ડેનિમ જીન્સમાં સુંદર લાગી રહી હતી.

John Abraham celebrate pet dog

તસવીરોમાં બંને ડોગ જોવા મળી રહ્યા છે અને વચ્ચે સુંદર મજાનું ફ્લાવર દેખાઈ રહ્યું છે. જોન અબ્રાહમ અને તેની પત્નીએ પોતાના પાલતુ કુતરાના જન્મદિવસને ખાસ બનાવ્યો હતો. આ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થવાની સાથે જ તેમના ચાહકોએ ડોગી ને જન્મદિવસ પર શુભકામના અને શુભેચ્છાઓ પાઠવી હતી.

આ તસવીરોને અત્યાર સુધી 42 હજાર કરતાં વધારે લાઇક અને કોમેન્ટ મળી ચૂકી છે તેમના ચાહકોએ કોમેન્ટમાં લખ્યું હતું કે હેપી બર્થ ડે ફોર યોર ડોગી, બ્યુટીફુલ બોથ ઓફ યુ આમ અલગ અલગ કોમેન્ટ જોવા મળી હતી. એમના ચાહકોએ પણ ડોગી ના જન્મદિવસની ખાસ બનાવી દીધો હતો.આપને જણાવી દઇએ કે જ્હોન અને પ્રિયાએ બે વર્ષ સુધી ડેટિંગ કર્યા બાદ 2013માં લોસ એન્જલસમાં લગ્ન કર્યા હતા.

John Abraham celebrate pet dog

છેલ્લી વાર જોન અબ્રાહમ શાહરુખ ખાનની ફિલ્મ પઠાણ માં જોવા મળ્યું હતું. આ બાદ હવે અભિનેતા પોતાની આગામી ફિલ્મ વેદા માટે તૈયારી કરી રહ્યો છે આ ફિલ્મની શુભકામના અને શુભેચ્છા પણ તેમના ચાહકો તરફથી જોવા મળી હતી. હાલમાં તો આ જન્મદિવસની તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે જેમાં ચાહકોએ પોતાના પાલતુ કુતરાના પ્રેમ માટે ખૂબ જ વખાણ કર્યા હતા.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *