અનંત અંબાણીના લગ્નમાં ભારતીય પરંપરાગત પોશાકમાં જોવા મળ્યા વિદેશી મહેમાન “જ્હોન સીના” નમસ્તે કહી લોકોનો માન્યો આભાર જુઓ ખાસ તસવીરો
અનંત અંબાણીના લગ્ન માટે દેશ વિદેશથી તમામ મહેમાનોને અંબાણી પરિવાર તરફથી આમંત્રણ આપવામાં આવ્યું છે. આખરે 12 જુલાઈ 2024 ની પવિત્ર ઘડી અંબાણી પરિવારના ઘર આંગણે આવી પહોંચી હતી.જ્યારે અનંત અને રાધિકા લાંબા ગાળાના ફંકશન બાદ લગ્નના પવિત્ર બંધનના બંધાવા જઈ રહ્યા છે આ લગ્નનો તમામ આયોજન મુંબઈના જીઓ વર્લ્ડ સેન્ટર ખાતે આયોજિત કરવામાં આવ્યું છે જ્યાં દેશ વિદેશના તમામ બિઝનેસમેન બોલીવુડ હોલીવુડ સેલિબ્રિટી તથા અન્ય આમંત્રિત ખાસ મહેમાનો હાજરી આપવા જઈ રહ્યા છે મુંબઈ એરપોર્ટ પર સવારથી જ અંબાણી પરિવારના મહેમાનો ભારે મેળાવડો જોવા મળ્યો હતો.
આ લગ્નની ઉજવણી પહેલા જોહન સીના મુંબઈ એરપોર્ટ પાસે જોવા મળ્યા હતા જેઓ અંબાણી પરિવારના લગ્નમાં હાજરી આપવા જઈ રહ્યા છે જેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે અંબાણી પરિવાર તરફથી જોન સીના નું ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું તથા તેમની એક ઝલક જોવા માટે મુંબઈ એરપોર્ટ પર ખૂબ મોટી સંખ્યામાં તેમના ચાહકો ભેગા થયા હતા.જ્હોન સીનાએ 12 જુલાઈ, 2024 ના રોજ મુંબઈમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નના દિવસે રેડ કાર્પેટ પર તસવીરો માટે પોઝ આપ્યો હતો. એરપોર્ટ પરથી જોન સિના ની અમુક ખાસ તસવીરો કેમેરામાં કેદ કરવામાં આવી હતી.
જોન સીના જ્યારે એરપોર્ટમાંથી બહાર નીકળ્યો અને તેની કારમાં પ્રવેશ્યો ત્યારે તે ફોટોગ્રાફ્સ આ માહોલ વચ્ચે જોવા મળ્યો હતો કેમેરામેનની અલગ અલગ આકર્ષક અંદાજમાં પોઝ પણ આપ્યા હતા. જેથી ચાહકો પણ ખૂબ જ ખુશ જોવા મળ્યા હતા. આ બાદ લગ્ન સ્થળે અંબાણી પરિવાર સાથે જોહન સીના ભારતીય પરંપરાગત પોશાકમાં જોવા મળ્યો હતો.જ્હોન સીના રેડ કાર્પેટ પર સિગ્નેચર પોઝ આપ્યા હતા.જે આપ વાયરલ તસવીરોમાં જોઈ શકો છો.અંબાણી પરિવારના શુભ લગ્ન પ્રસંગના માહોલ વચ્ચે જોહન સીના ખાસ મહેમાન બન્યા હતા અને તેઓ લગ્નની તમામ વિધિઓમાં ઉપસ્થિત રહેશે.
અંબાણી પરિવારના ખાસ મહેમાન જહોન સિના માટે મુંબઈ એરપોર્ટ પર આજ કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેથી કરી કોઈ પણ જાતની અવ્યવસ્થા કે અગવડતા ના સર્જાય. જોહન સીના ને ભારતીય પરંપરાગત પોશાકમાં જોઈ તમામ લોકોએ ખૂબ જ વખાણ કર્યા હતા તથા આ ખાસ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ની સાથે જ ખૂબ મોટી સંખ્યામાં જહોન સીનાના ચાહકોએ લાયક અને કોમેન્ટમાં વરસાદ વરસાવ્યો હતો.