જસ્ટિન બીબરે અંબાણી પરિવારના સભ્યો સાથે કરાવી ફોટોગ્રાફી અનંત અને રાધિકાએ બેક સ્ટેજ પર આપ્યા પોઝ જુઓ વાયરલ તસવીરો
આપણે સૌ લોકો જાણીએ છીએ કે અનંત અને રાધિકા બાર જુલાઈ 2024 ના રોજ મુંબઈના જીઓ વર્લ્ડ સેન્ટર ખાતે લગ્ન કરશે પરંતુ તે પહેલા અંબાણી પરિવાર તરફથી અનેક ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંગીત સંધ્યામાં જસ્ટિન બીબર્સના પર્ફોર્મન્સથી આ પ્રસંગ લોકોની વચ્ચે ખાસ બની ગયો હતો. જસ્ટિન બીબર્સ નો કાર્યક્રમ ખૂબ જ મોડી રાત્રે આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં તમામ બોલીવુડ સેલિબ્રિટીઓ એ હાજરી આપી હતી. જસ્ટિન બીબર્સની આ ઇવેન્ટ ના વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે જેમાં તમામ લોકો પોતાના પ્રતિસાદ આપી રહ્યા છે.




ઈન્ટરનેશનલ સિંગર જસ્ટિન બીબરે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની સંગીત સંધ્યામાં પોતાના દમદાર પરફોર્મન્સથી સ્ટેજ પર ધૂમ મચાવી દીધી હતી. જસ્ટિન બીબરનું મુંબઈ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું તથા તેની એક ઝલક જોવા માટે ખૂબ મોટી સંખ્યામાં મુંબઈ વાસીઓ ઉમટી પડ્યા હતા પરંતુ તેની સુરક્ષા માટે પૂરતો દોસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેથી કરી કોઈ પણ જાતની અવ્યવસ્થા કે અગવડતા ના સર્જાય. આ પર્ફોમન્સ પૂર્ણ થયા બાદ જસ્ટિન બીબર એ સમગ્ર અંબાણી પરિવાર સાથે ફોટોગ્રાફી કરાવી હતી માત્ર એટલું જ નહીં પરંતુ અનંત અને રાધિકા સાથેની મુલાકાત માટે ખૂબ જ ખાસ બની હતી.જસ્ટિન અંબાણી પરિવારના તમામ સભ્યો સાથે બેક સ્ટેજ પર પોઝ આપતા જોવા મળ્યો હતો. જસ્ટિન બીબર અંબાણી પરિવાર સાથે મુલાકાત કરી ખૂબ જ ખુશ જોવા મળી રહ્યો છે.
જસ્ટિન બીબર પોતાના સ્ટેજ પરફોર્મન્સ દરમિયાન અનંતને પોતાની સાથે નાચવા માટે બોલાવતો જોવા મળ્યો હતો. તમામ અંબાણી પરિવારના સભ્યો જસ્ટિન બીબર્સના સૌથી લોકપ્રિય ગીત પર મન મૂકીને ડાન્સ કર્યો હતો આ સાથે બોલીવુડ હોલીવુડના તમામ સેલિબ્રિટીઓ પણ ઝૂમી ઉઠ્યા હતા. ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા એ જસ્ટિન બીબર્સના પર્ફોર્મન્સ ની અનેક તસવીરો શેર કરી છે. આ પફોમન્સ દરમિયાન ભારતના તમામ ક્રિકેટરોનો અલગ જ અંદાજ જોવા મળ્યો હતો જે આ વાયરલ વીડિયોમાં જોઈ શકો છો.
અન્ય તસવીરો માં અનંત અંબાણી બ્લુ કોટીકુર્તા સાથે જોવા મળી રહ્યો છે જેમાં તેણે જસ્ટિન બીબર સાથે પોતાનો સમય વિતાવી વાતચીત કરી હતી જેમાં બંને લોકો ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે આબાદ એકસાથે લંચ અને ડિનર નો આનંદ માણો હતો ત્યારબાદ સવારે બ્રેકફાસ્ટની તસવીરો પણ જોવા મળી રહી છે આપને જણાવી દઈએ કે જસ્ટિન બીબર્સના આ પરફોર્મન્સ માટે અંબાણી પરિવાર એ 84 કરોડ રૂપિયા નો વરસાદ વરસાવ્યો હતો આ ચાર્જ સાંભળી તમામ લોકોના હોંશ ઉડી ગયા હતા.