કંગના રનૌત થપ્પડ મારવાની ઘટના બાદ સદગુરુ મહારાજના આશીર્વાદ માટે પહોંચી-ગુલાબી સાડીમાં લાગે છે ખૂબ જ સુંદર જુઓ વાયરલ તસવીરો
આપણે સૌ લોકો જાણીએ છીએ કે બોલીવુડની અભિનેત્રી કંગના રનૌત લોકસભાની ચૂંટણીમાં લડી જંગી બહુમતી વિજય બન્યા હતા કંગના એ પરિણામ બાદ સાંસદ તરીકે શપથ ગ્રહણ કર્યા હતા.આ બાદ કંગના સદગુરુ મહારાજના આશીર્વાદ લેવા માટે પહોંચી હતી. જેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે અને ચાહકો તરફથી ખૂબ પ્રેમ મળ્યો હતો.

અભિનેત્રી સદગુરુ સાથેની મુલાકાત દરમિયાન સંપૂર્ણ ભારતીય પહેરવેશ માં જોવા મળી હતી.આપ વાયરલ તસવીરોમાં જોઈ શકો છો કે કંગના ગુલાબી સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. બીજી તસવીરમાં કંગના એ સદગુરુ મહારાજના ચરણસ્પર્શ કરી આશીર્વાદ પ્રાપ્ત કરી. ધન્યતા નો અનુભવ કર્યો હતો. આટલી મોટી અભિનેત્રી હોવા છતાં સદગુરુ સાથેની મુલાકાત દરમિયાન સામાન્ય માણસની જેમ જમીન પર બેઠી હતી. અન્ય તસવીરોમાં કંગના ઇશા ફાઉન્ડેશનના આદિ યોગી શિવમૂર્તિ સામે બંને હાથ જોડી સંપૂર્ણ ભક્તિ ભાવમાં જોવા મળી હતી.

કંગના પોતાની દરેક સફળતા પાછળ ભગવાનનો આભાર જરૂરથી માને છે ત્યારે તેમને ચૂંટણીની જીત બાદ સદગુરુ મહારાજના આશીર્વાદ લીધા હતા સાથે સાથે ભગવાન શિવના દર્શન કર્યા હતા. આ તસવીરો શેર કરતા કંગનાએ લખ્યું છે કે “માય હેપી પ્લેસ”આપ સૌ લોકો જાણો છો કે કંગના ચૂંટણી બાદ ખૂબ જ ચર્ચામાં રહે છે થોડા સમય પહેલા તે થપ્પડના મામલાને કારણે લોકો વચ્ચે ખૂબ જ ચર્ચામાં રહી હતી અને અનેક લોકોએ આ ઘટના બાબતે અલગ અલગ પ્રતિસાદ આપ્યા હતા.

અભિનેત્રીએ આ ઘટના બાદ instagram પર સ્ટોરી મૂકી બોલીવુડના અભિનેતા અને અભિનેત્રીઓ પર પણ નિશાન સાધ્યું હતું. અને મામલો વધુ ગરમાયો હતો. પરંતુ કંગના આ તમામ ઘટનામાંથી જ્યાં હટાવી સદગુરુ મહારાજના શરણે પહોંચી હતી.જ્યાં તેમણે શાંતિનો અનુભવ કર્યો હતો અને આ દિવસને ખાસ બનાવ્યો હતો.
