પેટલાદના પરિવારે લગ્ન નિમિત્તે એટીએમ(ATM) કાર્ડ જેવી બનાવી કંકોત્રી, બેંક વાળા પણ વિચારમાં પડી ગયા જુઓ આ ખાસ કંકોત્રી
હાલ સમગ્ર દેશભરમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે પરંતુ આ લગ્નની વચ્ચે અનેક કંકોત્રી સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે. પરંતુ આજે આપને એવી કંકોત્રી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે પહેલી નજરે તમને લગ્નની કંકોત્રી નહીં લાગે આ ખાસ કંકોત્રી સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહી છે જેને જોઈને લોકો પણ નવાઈ પામી રહ્યા છે.
આ કંકોત્રી પેટલાદ શહેરમાં રહેતા નયન અને હિરલ નામના વર વધુ ના લગ્નની કંકોત્રી છે આ કંકોત્રીમાં સૌથી વિશેષ વાત એ છે કે સમગ્ર કંકોત્રીને એટીએમ કાર્ડની જેમ બનાવવામાં આવી છે જેવી રીતે એટીએમ કાર્ડ માં વિવાહ લખેલું હોય તેવી આ કંકોત્રીમાં સૌથી વિશેષ વાત એ છે કે સમગ્ર કંકોત્રીને એટીએમ કાર્ડની જેમ બનાવવામાં આવી છે જેવી રીતે એટીએમ કાર્ડ માં વિઝા લખેલું હોય તેવી રીતે આ એટીએમ કાર્ડ જેવી કંકોત્રીમાં વિવાહ લખેલું છે જે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. લગ્નની તમામ વિગતો પણ એટીએમ કાર્ડ જેમાં જ લખવામાં આવી છે.
પરંતુ તમે વિચારતા હશો કે આ પરિવારે લગ્નની કંકોત્રી શા માટે એટીએમ કાર્ડ જેવી બનાવી હશે આજના સમયમાં લગ્ન કરતાં વધારે લગ્ન કંકોત્રી માટે લોકો વધારે ખર્ચો કરતા જોવા મળે છે કારણ કે લગ્ન કંકોત્રી તમામ સગા સંબંધીઓને પરિવારજનો સુધી પહોંચતી હોય છે જેથી તમામ લોકો આ કંકોત્રીના આધારે લગ્નમાં આવવાનો ઉત્સાહ બતાવતા હોય છે આ કારણથી જ હવે દરેક લોકો કંકોત્રીને કંઈક ખાસ રીતે બનાવે છે.
આજના સમયમાં કંકોત્રી પાંચ રૂપિયાથી લઈ ₹5,00,000 સુધીની લોકો દ્વારા બનાવવામાં આવે છે. આ લગ્ન કંકોત્રીમાં કોઈ ખાસ સંદેશ નહીં પરંતુ સમગ્ર કંકોત્રીને એટીએમ કાર્ડ જેવી બનાવવામાં આવી છે જેથી તમામ લોકો આ કંકોત્રી જોઈ વિચારમાં પડી ગયા છે કે આ વ્યક્તિનો એટીએમ કાર્ડ સાથે કંઈક જૂનો સંબંધ હશે ત્યારે જ આ વ્યક્તિએ પોતાની કંકોત્રીને એટીએમ કાર્ડ જેવી બનાવી હશે.
આજના સમયમાં દરેક લોકો કંઈક નવું કરવા માંગતા હોય છે તેથી આ વ્યક્તિએ પોતાની કંકોત્રીને એટીએમ કાર્ડ જેવી બનાવી આકર્ષણનું કેન્દ્ર વધાર્યું હતું. સમગ્ર કંકોત્રીને બ્લુ કલરથી એટીએમ પ્રકારના આકારથી બનાવવામાં આવી હતી અને તમામ એટીએમ કાર્ડ ની વિગતોની જેમ જ લગ્નની તમામ વિગતો લખી હતી જેમાં ગીત જાન હસ્તમેળાપ જેવા તમામ રીત રસમ નો સમાવેશ થાય છે. હાલમાં તો આ કંકોત્રી સોશિયલ મીડિયામાં ખૂબ ધૂમ મચાવી રહી છે.