વેકેશન દરમિયાન યુકેમાં કરીના કપૂર અને કરિશ્મા કપૂર બંને બહેનોની જોડીએ ખૂબસૂરત અંદાજ બતાવ્યો, જુઓ ખાસ તસવીરો
હાલમાં બોલીવુડની સુંદર અભિનેત્રી કરીના કપૂર પોતાના વેકેશનની મજા માણવા માટે સૈફ અલી ખાન, તૈમૂર, જેહ અને કરિશ્મા કપૂર સાથે યુકે જવા રવાના થઈ છે.તેના વેકેશનની તસવીરો અભિનેત્રીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કરી હતી. અભિનેત્રીએ ફરીવાર પોતાના અંદાજથી દરેક લોકોના દિલ જીતી લીધા હતા.

કરીના હાલમાં તૈમૂર, જેહ, કરિશ્મા કપૂર અને સૈફ અલી ખાન સાથે યુકેમાં વેકેશન માણી રહી છે.તેની તસવીરો સોશિયલ મીડિયા પર તેના ચાહકો સાથે શેર કરતી રહે છે. આપણે સૌ લોકો જાણીએ છીએ કે કરીના કપૂર આમ તો પોતાના રોજિંદા જીવનમાં મેકઅપ સાથે પોતાનો લુક લોકો સમક્ષ રજૂ કરતી હોય છે પરંતુ પ્રથમવાર લાંબા સમય બાદ કરીનાએ મેકઅપ વગરની ખૂબસૂરત નવી સેલ્ફી વડે તેના ચાહકોને પ્રભાવિત કર્યા છે.
અભિનેત્રી આ વેકેશન દરમિયાન પોતાની અનેક સેલ્ફી શેર કરી છે જેમાં સંપૂર્ણપણે મેકઅપ જોવા નથી મળી રહ્યો. આ સેલ્ફીમાં અભિનેત્રી કરીના કપૂર ખૂબ જ સુંદર જોવા મળી રહી છે તથા કેપ્શનના માધ્યમથી ચાહકોને હેલો લખ્યું હતું. હાલમાં જ સોશિયલ મીડિયામાં કરીના કપૂરની બહેન કરિશ્મા કપૂરે એમના વેકેશનની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી છે જેમાં આ વાયરલ તસવીરોમાં જોઈ શકો છો કે બંને બહેનો વિન્ટેજ રેસ્ટોરન્ટની સામે પોઝ આપી રહી છે.

બંને બહેનો સુપર સ્ટાઇલિશ લાગી રહી છે. આ સાથે જ કરિશ્મા કપૂર અને કરીના કપૂરના લોકની વાત કરીએ તો આ વેકેશન દરમિયાન કરિશ્માએ લાંબુ બ્લેક જેકેટ અને બ્લુ જીન્સ પહેર્યું હતું,તો કરીનાએ બ્રાઉન જેકેટ અને બ્લુ ફ્લેર્ડ પેન્ટ પહેર્યું હતું. બંનેએ તેમના આઉટફિટ્સ સાથે તેમના સનગ્લાસ મેચ કર્યા હતા. અન્ય એક તસવીરમાં ભાઈ-બહેન લીલાછમ લેન્ડસ્કેપની વચ્ચે આનંદ માણતા જોવા મળે છે.
આ વેકેશનના માહોલ દરમિયાનકરીના કપૂરે હાલમાં જ ધ વીક સાથે ચર્ચા કરી હતી કે કેવી રીતે તેની બહેન કરિશ્માએ ખૂબ જ મુશ્કેલીના સમયમાં તેમના પરિવાર માટે માર્ગ વધારે સરળ બનાવી ઉદ્યોગમાં તેની પ્રતિષ્ઠાને મજબૂત બનાવી. અભિનેત્રી એ ખૂબ જ ભાવુક થતા કહ્યું હતું કે “મારા દાદાનું અવસાન થયું હતું, મારા પિતાએ એક ફિલ્મ બનાવી હતી, હેના. અલબત્ત, ચિન્ટુ કાકા આ પ્રખ્યાત સુપરસ્ટાર અભિનેતા હતા પરંતુ તે સિવાય તે સમયે કોઈ કામ કરતું ન હતું. તેથી, કરિશ્મા વાસ્તવમાં પહેલી મહિલા કપૂર હતી જે આટલી મોટી સેન્સેશન અને સ્ટાર બની હતી.”
કરીના કપૂરના ફિલ્મ ક્ષેત્રની વાત કરીએ તો કરીના છેલ્લે કૃતિ સેનન અને તબ્બુ સાથે હિસ્ટ-કોમેડી ફિલ્મ ‘ક્રુ’માં જોવા મળી હતી. આ ફિલ્મમાં દિલજીત દોસાંઝ અને કપિલ શર્મા પણ હતા. તે આગામી સમયમાં ‘ધ બકિંગહામ મર્ડર્સ’માં જોવા મળશે. તે અજય દેવગણ સાથે રોહિત શેટ્ટીની કોપ યુનિવર્સ ફિલ્મ ‘સિંઘમ અગેન’ની રિલીઝ માટે પણ તૈયારી કરી રહી છે. તે સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંની એક છે, જેમાં દીપિકા પાદુકોણ, ટાઈગર શ્રોફ, અર્જુન કપૂર, રણવીર સિંહ અને અક્ષય કુમારની સ્ટાર કાસ્ટ છે.