અંબાણીના ફંકશનમાં SRK ફેમિલી અનન્યા પાંડે અને કરીના કપૂર નો લુક જોઈ તમે પણ ચોકી જશો – જુઓ તસવીર
આપણે સૌ લોકો જાણીએ છીએ કે જામનગરમાં એક થી ત્રણ માર્ચ અંબાણી પરિવાર દ્વારા પ્રીવેડિંગ ફંકશન નું આયોજન થયું હતું. એમાં દેશ-વિદેશના અનેક સેલિબ્રિટીઓ હાજર રહ્યા હતા. તેમાં પણ બોલીવુડ સીતારાઓએ અંબાણીના પ્રી-વેડિંગ ફંક્શન માં એક અલગ જ રોનક જમાવી દીધી હતી. બોલીવુડ સેલિબ્રિટી ના લુક સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયા હતા. જેમાં તેના ચાહકોએ કોમેન્ટ અને લાઈક દ્વારા પ્રેમ આપ્યો હતો. શાહરુખ ખાન અને તેના પરિવાર આ પ્રી-વેડિંગ ફંક્શનમાં હાજરી આપી હતી.
અંબાણી પરિવાર એ પણ શાહરુખ ખાનના પરિવારને આવકાર્યો હતો તથા તેનું સ્વાગત કર્યું હતું. આપણે સૌ લોકો જાણીએ છીએ કે શાહરુખ ખાન બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં કિંગ તરીકે ઓળખાય છે તેણે બોલીવુડમાં અનેક સુપરહિટ ફિલ્મ બનાવ્યા છે જે તેમના ચાહકોને ખૂબ જ પસંદ આવ્યા છે માત્ર શાહરુખ ખાન જ નહીં પરંતુ તેના સમગ્ર પરિવારના ખૂબ જ મોટી સંખ્યામાં ચાહકો રહેલા છે તેથી જ શાહરુખ ખાન અને તેના પરિવારને જોવા માટે જામનગર વાસીઓ પણ ખૂબ જ મોટી સંખ્યામાં ભેગા થયા હતા. શાહરૂખખાને અંબાણી પરિવારના બ્લેક કલરનો શૂટ પહેર્યો હતો. ઘણીવાર શાહરુખ ખાન મોટે ભાગે બ્લેક કલરના શૂટમાં જોવા મળે છે.

શાહરૂખ ખાને ખૂબ જ મોંઘા ભાવના આકર્ષક હીરા જડેલા નેક પીસ ને પોતાના ગળામાં પડ્યો હતો જે તેની સુંદરતામાં વધારો કર્યો હતો. આ સાથે તેનું ફેમિલી પણ સંપૂર્ણ ભારતીય પોશાકમાં જોવા મળ્યું હતું. શાહરૂખ ખાનની દીકરી સુહાના લાલ કલરના લુકમાં ખૂબ જ હોટ લાગી રહી હતી. લોકોને તેનો લુક ખૂબ જ પસંદ આવ્યો હતો. એક ચાહક કોમેન્ટ કરતા લખે છે કે જાણે સ્વર્ગમાંથી સુંદરી ધરતી પર આવી રહી હોય તેવું લાગી રહ્યું છે સુહાના પણ શાહરુખ ખાનની જેમ ખૂબ જ મોટી સંખ્યામાં ચાહકો રહેલા છે સુહાના પણ સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા હંમેશા પોતાના ચાહકોની નજીક રહે છે. તેથી જ તેણે તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી હતી જેમાં તેના ચાહકો દ્વારા ખૂબ જ પ્રેમ મળ્યો હતો.

આ સાથે તેનો દીકરો અબ્રાહમ પણ બ્લેક શૂટમાં સુંદર લાગી રહ્યો હતો તે હંમેશા પોતાના પિતાની જેમ જ રહેવાનું પસંદ કરે છે. આ સાથે બીજી તસવીરમાં આપ જોઈ શકો છો કે અનન્ય અને આદિત્ય પણ કપલ ફોટોશૂટ કરાવ્યા હતા. આ સાથે તેમણે રણબીર કપૂરની પણ મુલાકાત લીધી હતી. આદિત્ય અને રણવીર કપૂર એક સારા મિત્રો પણ છે તેને પણ બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં ખુબ જ સારા ફિલ્મો બનાવ્યા છે આ સાથે સાથે આલિયા ભટ્ટ પણ આદિત્ય અને અનન્ય સાથે ફોટોશૂટ કરાવતી નજરે પડી હતી.

તેમની આ તસવીરો પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ હતી જેમાં તેના ચાહકોએ લાઈક અને કોમેન્ટ કરી હતી. આદિત્ય પણ પોતાના મોંઘાશૂટમાં ખૂબ જ સુંદર લાગી રહ્યો હતો તેમને પણ બ્લેક કલરનો શૂટ પહેરવાનું પસંદ કર્યું હતું. તેમની સાથે સાથે અનન્ય પાંડે પણ ક્રીમ કલરનો ડ્રેસ પહેર્યો હતો તેમની આ બોલ્ડ અને હોટ તસવીરો સોશિયલ મીડિયામાં એક ચર્ચાનો વિષય બન્યો હતો. શાહરુખ ખાનના સમગ્ર પરિવાર તથા અન્ય પાંડે આદિત્ય અને રણબીર કપૂર આલિયા ભટ્ટે સ્ટેજ પરફોર્મન્સ પણ કર્યું હતું જે લોકોને ખૂબ પસંદ આવ્યું હતું.
