કાર્તિક આર્યન તેના બોડીગાર્ડ સચિનના લગ્નમાં પહોંચ્યો…કપલ સાથે ક્લિક કરી તસવીર, ચાહકો બોલ્યા- હવે તમારા લગ્નની રાહ છે

બી-ટાઉનમાં ઘણા એવા સેલેબ્સ છે જે પોતાની સાદગી માટે જાણીતા છે. ઘણા એવા સ્ટાર્સ છે જે સ્ટારડમ હાંસલ કર્યા પછી પણ પોતાના વર્તનથી લોકોને પોતાના ફેન બનાવતા રહે છે. આવા જ એક એક્ટર છે કાર્તિક આર્યન જે અવારનવાર કંઈક એવું કરે છે જે ચાહકોનું દિલ જીતી લે છે.

હાલમાં જ કાર્તિકે તેના ક્રૂ મેમ્બરના લગ્નમાં હાજરી આપી હતી. આ દરમિયાન અભિનેતાએ કપલ સાથે ફોટો પણ ક્લિક કર્યો હતો. જેને તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર પણ શેર કર્યો છે અને હાલમાં તેની ખૂબ ચર્ચા થઈ રહી છે. કાર્તિક આર્યન તેના બોડીગાર્ડ સચિનના લગ્નમાં હાજર રહ્યો હતો. દરમિયાન, કાર્તિકે સચિન સાથેના ફોટા ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતા અને તેને લગ્ન માટે શુભેચ્છા પાઠવી હતી.

કાર્તિકે તેના ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યા પછી, ચાહકોએ કાર્તિકની પ્રશંસા કરી અને તેને ખૂબ જ ઉદાર અને ડાઉન ટુ અર્થ ગણાવ્યો. રવિવારે કાર્તિકે ઈન્સ્ટાગ્રામ પર બે તસવીરો શેર કરી હતી. પહેલા ફોટોમાં કાર્તિકે ક્લોઝ-અપ શોટ આપ્યો હતો, જેમાં કાર્તિક સચિન અને તેની પત્ની સાથે પોઝ આપી રહ્યો હતો. અન્ય એક ફોટોમાં કાર્તિકે ઘણા લોકો સાથે નવા પરિણીત કપલ સાથે ફોટો ક્લિક કર્યો હતો.

સોશિયલ મીડિયા પર ફોટો પોસ્ટ કરતા કાર્તિક આર્યનએ લખ્યું કે અભિનંદન! સચિન અને સુરેખા, તમે બંનેનું લગ્નજીવન સુખી રહે. કાર્તિકે ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરતાની સાથે જ શરૂઆતમાં ચાહકો પરિણીત કપલને ઓળખી શક્યા નહોતા, પરંતુ સચિનનો ચહેરો જોતાની સાથે જ ચાહકોએ સચિનને ઓળખી લીધો અને કોમેન્ટ કરવા લાગ્યા કે સચિન કાર્તિકનો બોડીગાર્ડ છે. ગયા વર્ષે કાર્તિકે તેના બોડીગાર્ડ સચિનનો જન્મદિવસ ઉજવ્યો હતો.

કાર્તિક આર્યન ઘણી વખત પોતાની સાદગી બતાવી ચૂક્યો છે. ગયા વર્ષે તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં અભિનેતા બિઝનેસ ક્લાસમાં નહીં, પરંતુ ઇકોનોમી ક્લાસમાં મુસાફરી કરી રહ્યો હતો. તેને જોઈને ત્યાં બેઠેલા લોકોની ખુશીનો કોઈ પાર ન રહ્યો. આટલું જ નહીં, અભિનેતા ઘણીવાર જાહેર સ્થળો પર તેના ચાહકો સાથે ફોટા ક્લિક કરે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *