સામાન્ય માણસની જેમ અભિનેતા કાર્તિક આર્યને લારી પર ચાટની મજા માણી સાદગી એ લોકોના દિલ જીતી લીધા જુઓ વાયરલ તસવીરો
અભિનેતા કાર્તિક આર્યન ની ચંદુ ચેમ્પિયન ફિલ્મ બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝ માં ખૂબ જ ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મને સફળ બનાવવા માટે કાર્તિક આર્યને ખૂબ જ મહેનત અને સંઘર્ષ કર્યા હતા. આ કારણથી જ આ ફિલ્મ લોકોની વચ્ચે સુપરહિટ થવામાં ખૂબ જ સફળ રહી હતી કાર્તિક આર્યનના ચાહકોને પણ આ ફિલ્મ ખૂબ જ પસંદ આવી હતી.
તેથી ચાહકો તરફથી પણ ખૂબ પ્રેમ સાથ અને સહકાર મળ્યો હતો અન્ય બોલીવુડના અભિનેતા અને અભિનેત્રીઓએ ફિલ્મની સફળતા માટે કાર્તિક આર્યનને સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા શુભકામના અને શુભેચ્છા પાઠવી હતી તથા તેણે તમામ ચાહકો અને સાથી મિત્રોનો આભાર વ્યક્ત કર્યો હતો. આ ફિલ્મની વાર્તા પણ લોકોને ખૂબ જ પસંદ આવી હતી આ કારણથી જ પ્રથમ દિવસથી ફિલ્મ માટે લોકોની ઉત્સાહ અને આતુરતા જોવા મળી હતી.
કાર્તિક આર્યનની ચંદુ ચેમ્પિયન ફિલ્મ સાંગલી (મહારાષ્ટ્ર) પાસેના એક ગામમાં જન્મેલા મુરલીકાંત પેટકરની વાસ્તવિક જીવનની વાર્તા પર આધારિત છે. જ્યાં જુસ્સાદાર યુવાન છોકરો જે કુસ્તીમાં ઓલિમ્પિકમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીતવાનું સપનું જોઈને મોટો થાય છે, મુરલી સેનામાં જોડાય છે અને બોક્સિંગમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી સમગ્ર ભારત દેશને ગર્વ અપાવે છે. આ ફિલ્મ લોકોને શીખવે છે કે કોઈપણ પરિસ્થિતિમાં સતત પ્રયત્નોને સંઘર્ષ કરવાથી સફળતાના શિખરો જરૂરથી પ્રાપ્ત થાય છે અને આપણે તમામ સપનાઓને સાકાર કરી શકીએ છીએ. આ ફિલ્મની વાર્તા સાંભળી તમામ લોકોની આંખ માંથી આંસુ નીકળી ગયા હતા.
કાર્તિક આર્યન આ ફિલ્મના કારણે ખૂબ જ વ્યસ્ત હતો પરંતુ હાલમાં જ તેણે સોશિયલ મીડિયામાં તસવીરો શેર કરી છે જેમાં કાર્તિક આર્યનનો સ્ટ્રીટ ફૂડ પ્રત્યેનો પ્રેમ જોવા મળી રહ્યો છે.અભિનેતાએ મધ્યપ્રદેશના ઓરછામાં સ્વાદિષ્ટ ચાટનો આનંદ માણ્યો હતો. તસવીરોમાં કાર્તિક આર્યન સામાન્ય માણસની જેમ સ્ટ્રીટ ફૂડમાં ચાટ નો આનંદ માણતો જોવા મળી રહ્યો છે.તસવીરો શેર કરતાં કાર્તિકે કહ્યું, “બસ ચેટ-ઈંગ.” તમારા વિશે તો ખબર નથી પણ અમને ચોક્કસ ચાટની ઈચ્છા છે. જો તમે ઘરે તૈયાર કરવા અને વીકએન્ડની મજા માણવા માંગતા હોવ તો અહીં 15 ચાટ રેસિપીની સૂચિ છે. કાર્તિક આર્યન પોતાની ફિલ્મ ચંદુ ચેમ્પિયન માટે છેલ્લા એક વર્ષથી ફીટ રહેવા માટે ટાઈટ ફોલો કરતો હતો.કાર્તિક એ કહ્યું હતું કે એક વર્ષ પહેલાં રસ મલાઈ ખાતી હતી ત્યારબાદ આજે ફરીવાર હું ચાટની મજા લઇ રહ્યો છું.
કાર્તિક હંમેશા અવારનવાર પોતાની આસપાસ અનેક ડીશની મજા માણતા જોવા મળે છે.આપને જણાવી દઈએ કે કાર્તિક જ્યારે પોતાની ફિલ્મની પ્રમોશન માટે અમદાવાદ પધાર્યા હતા ત્યારે તેણે ગુજરાતી થાળીની મજા માણી હતી.એ વખતે કાર્તિકે કહ્યું હતું કે હું પણ મારા ઘરે ગુજરાતી થાળી બનાવવાનું પ્રયત્ન કરીશ મને આ ખૂબ જ પસંદ આવી છે આ પરથી કહી શકાય કે અભિનેતા કાર્તિક હંમેશા ફૂડના શોખીન રહ્યા છે.તેઓ પોતાના ફિલ્મના સેટ પરથી પણ અનેકવાર નાસ્તાની મજા માણતા જોવા મળે છે ત્યારે ચંદુ ચેમ્પિયન ફિલ્મના નિર્દેશક કાર્તિકને રસ મલાઈ ખવડાવતા જોવા મળ્યા હતા અને તેણે કહ્યું હતું કે ચંદુ ચેમ્પિયન ની સફળતા માટે આ રસમલાઈ નો આનંદ છે.