અમદાવાદના અટલબ્રિજ પર છવાયા બોલીવુડ ફિલ્મના કાર્તિક આર્યન પોઝ જોય ચાહકો દંગ રહી ગયા જુઓ વાયરલ તસવીરો
હવે ટૂંક જ સમયમાં કાર્તિક આર્યનની ફિલ્મ ચંદુ ચેમ્પિયન બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં ધૂમ મચાવવા જઈ રહી છે. આ ફિલ્મ સત્ય ઘટના પર આધારિત છે.જે 14 જૂને રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મનું ટ્રેલર અને ગીતો ચાહકો માટે આતુરતા વધારી રહ્યા છે.આ સાથે સમગ્ર વિશ્વ માં આ ફિલ્મ માટે ખૂબ જ પ્રેમ મળી રહ્યો છે.આ ફિલ્મ ની પ્રમોશનલ ઇવેન્ટ માટે કાર્તિક આર્યન અમદાવાદ જોવા મળ્યા હતા.
અભિનેતાએ આ દરમિયાન અમદાવાદમાં આવેલા અટલ બ્રિજની મુલાકાત લીધી હતી.અને ત્યાં અલગ અલગ અંદાજ માં શાનદાર પોઝ આપી ફોટોશૂટ કરાવ્યું હતું.પ્રથમ તસવીરમાં અભિનેતાએ તેના હાથ પહોળા કરીને જોરદાર અંદાજ માં જોવા મળ્યા હતાં.આ તસવીરો એ લોકો ના દિલ જીતી લીધા હતા.કાર્તિક આર્યને તેના પ્રમોશનલ દિવસ માટે વાદળી જીન્સ સાથે, વાદળી અને સફેદ પટ્ટાવાળા શર્ટમાં જોવા મળ્યો હતો. તેના ટીન્ટેડ સનગ્લાસ અને કાળા ફોર્મલ શૂઝ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
તેની છેલ્લી રિલીઝ થયેલી ફિલ્મ સત્યપ્રેમ કી કથામાં તેણે ભજવેલા પાત્રની યાદ અપાવતા, અભિનેતાએ તેની પોસ્ટને કેપ્શન આપ્યું, “સત્તુ કે શેર આ ગયા હૈ #ચંદુચેમ્પિયન.કાર્તિકે આ પહેલા પણ અનેક ફિલ્મ માં ધૂમ મચાવી છે.દરેક ફિલ્મ માં તેનો અભિનય લોકો ને ખૂબ જ પસંદ આવે છે.આ કારણ થી તેની દરેક ફિલ્મને લોકો તરફ થી ખૂબ જ પ્રેમ મળે છે. કાર્તિકે બોલીવુડ ઇન્ડસ્ટ્રી ને અનેક સુપરહિટ ફિલ્મો ની ભેટ આપી છે.
કાર્તિક આર્યન પોતાના અમદાવાદના પ્રવાસમાં ગુજરાતી અંદાજમાં જોવા મળ્યો હતો આ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ની સાથે જ ખૂબ જ મોટી સંખ્યામાં લોકો તરફથી લાઈક અને કોમેન્ટ જોવા મળી હતી લોકોએ કોમેન્ટ દ્વારા કાર્તિક આર્યનના અનોખા અંદાજ સાથે લુક ના ખૂબ જ વખાણ કર્યા હતાં.આ સાથે કાર્તિક એ ગુજરાતી ડિશ નો પણ આનંદ માણ્યો હતો.
કાર્તિક ની ઝલક જોવા માટે ખૂબ મોટી સંખ્યામાં અમદાવાદ વાસીઓ ભેગા થયા હતા કાર્તિકે તમામ ચાહકોનો અને ગુજરાતવાસીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. અભિનેતાએ આજે તમામ ગુજરાતવાસીઓના દિલમાં વિશિષ્ટ સ્થાન મેળવ્યું છે.