પ્રકૃતિનો નજારો શાંતિપૂર્ણ માહોલ વચ્ચે ઑસ્ટ્રિયાનાં રિસોર્ટ માંથી અભિનેત્રી કેટરીના કેફના વેકેશન ની તસ્વીરો આવી સામે, પોતાના નજીકના મિત્ર અર્જુન કપૂરે એવી કોમેન્ટ કરી કે…
હાલમાં બોલીવુડની અભિનેત્રી કેટરીના કેફ પોતાના વેકેશનની મજા ઓસ્ટ્રીયામાં માણી રહી છે તેની અનેક તસવીરો તેને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કરી હતી જેમાં અભિનેત્રીના ચાહકો તરફથી ખૂબ લાયક અને કોમેન્ટ જોવા મળી હતી તથા વેકેશનના સુંદર નજારા વચ્ચે કેટરીના કેફ ની આકર્ષક તસવીરો પણ ચાહકોને ખૂબ જ પસંદ આવી હતી આ કારણથી જ ઓસ્ટ્રીયાનો આ પ્રવાસ કેટરીના કેફ માટે સ્પેશિયલ બની ગયો હતો.
છેલ્લા ઘણા મહિનાઓથી અભિનેત્રી ફ્રેશ થવા માટે અલગ અલગ દેશોની મુલાકાત લઈ રહી છે પરંતુ આ પહેલા કેટરીના કેફ અને તેમના પતિ કૌશલ અનંત અને રાધિકાના પ્રી-વેડિંગ ફંકશનમાં ખૂબ જ દમદાર અને ધમાકેદાર લૂકમાં જોવા મળ્યા હતા તથા લગ્નના તમામ પ્રસંગોમાં પણ હાજરી આપી હતી જેની તસવીરો સોશિયલ મીડિયામાં પણ ખૂબ જ વાયરલ થતી જોવા મળી હતી. ત્યારબાદ તુરંત જ કેટરીના કે પોતાના નવા પ્રવાસ જવા માટે રવાના થઈ હતી.
અભિનેત્રીએ હવે તેના ઑસ્ટ્રિયા વેકેશન ની ખાસ તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી છે જેને જોઈને તમને પણ થોડીવાર માટે પ્રવાસે જવાનું મન થઈ જશે.અભિનેત્રીએ ઓસ્ટ્રિયાના હેલ્થ રિસોર્ટમાં રોકાણની એક ઝલક શેર કરી છે.જ્યારે કેટલીક તસવીરોમાં અલ્ટોસી તળાવના કિનારે સ્થિત શાંત સ્થાનની ઝલક જોવા મળે છે.જ્યારે અન્ય તસવીરોમાં કેટરિના કૈફે તેના રોકાણ દરમિયાન માણેલા સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ખોરાકની શ્રેણી દર્શાવવામાં આવી હતી. કેરોયુઝલમાં અભિનેત્રીની કેટલીક સેલ્ફી પણ જોવામાં આવી હતી જેમાં તે શાંતિ અને મૌનની અસરોથી ચમકતી દેખાતી હતી.
પરંતુ આ તસવીરો અને વેકેશનના માહોલ વચ્ચે કેટરીના કેફના નજીકના મિત્ર અર્જુન કપૂરે તસવીરોમાં કોમેન્ટ કરી છે જે લોકોની વચ્ચે ચર્ચાનો વિષય બન્યો હતો.અભિનેતાએ લખ્યું, “કોઈ આખરે તસવીરો લેવામાં વ્યસ્ત છે… શાબાશ @katrinakaif !!!”આપને જણાવી દઈએ કે અર્જુન કપૂર કેટરિના કૈફના ખૂબ જ નજીકના મિત્રો છે તથા અવારનવાર અનેક ફંક્શન અને ફિલ્મોમાં એક સાથે જોવા મળે છે ત્યારે હવે કેટરીના કેફ જ્યારે પોતાના વેકેશનની મજા માણી રહી છે આ સમયના માહોલ વચ્ચે તેમના નજીકના મિત્રએ કોમેન્ટ કરી કેટરીના કેફ સાથે મસ્તીનો સમય પસાર કર્યો હતો.
પરંતુ હવે આપને પ્રશ્ન થતો હશે કે આખરે શા માટે કેટરીના કેફ અવારનવાર દેશ-વિદેશના અનેક પ્રવાસ કરી પોતાના વેકેશનનો સમય પસાર કરે છે પરંતુ આ વાતનો ખુલાસો Interestingplacesofindia.com સાથેના જૂના ઇન્ટરવ્યુમાં કેટરિનાને તેના સંપૂર્ણ રજાના વિચાર વિશે પૂછવામાં આવ્યું હતું જેમાં તેણે સ્વીકાર્યું હતું કે તેની ટ્રિપ્સ ફક્ત આરામ કરવા માટે છે. “હું વર્ષમાં ઓછામાં ઓછું એકવાર વેકેશન પર જવાનો પ્રયત્ન કરું છું અને એકમાત્ર એજન્ડા આરામ કરવાનો છે.
તેથી જો આવું થાય, તો હું ખુશ છું,” આ બાદ વધુ જણાવતા કેટરીના કેફે કહ્યું કે તેણે અનેક સંસ્કૃતિના માહોલ વચ્ચે પોતાનો સમય પસાર કર્યો છે દર વખતે આવું નવું જાણવાનો તે ખૂબ જ શોખ ધરાવે છે આ કારણથી જ તેમના દરેક પ્રવાસ ખૂબ જ સરળ અને શાંતિપૂર્વક પસાર થતા હોય છે.