અંબાણી પરિવારના ફંકશનમાં કવિરાજ આદિત્ય ગઢવી આપશે હાજરી સોશિયલ મીડિયામાં સ્ટોરી શેર કરી આપ્યા સમાચાર
અનંત – રાધિકા ના લગ્ન પહેલા ના તમામ ફંકશન ઓની ખૂબ જ ધામધૂમથી ઉજવણી શરૂ કરી દેવામાં આવી છે જોકે અંબાણી પરિવારના કોઈ પણ પ્રસંગ ખૂબ જ ખાસ અને વિશિષ્ટ હોય છે જેમાં સમગ્ર દુનિયાની નજર રહેલી હોય છે આ લગ્ન પ્રસંગમાં પણ દેશ વિદેશથી આમંત્રિત મહેમાનો નું સ્વાગત કરવામાં આવ્યું હતું અને આઠ જુલાઈના રોજ મુંબઈના એન્ટિલિયા ખાતે હલ્દી રસમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં સમગ્ર અંબાણી પરિવાર સહિત સગા સંબંધી અને મિત્રો સાથે બોલીવુડ હોલીવુડના સેલિબ્રિટીઓ એ પણ વિશિષ્ટ રીતે હાજરી આપી કાર્યક્રમને ખાસ બનાવ્યો હતો. આ હલ્દી રસમ ના કાર્યક્રમમાં જાણે સમગ્ર વાતાવરણ પીળા રંગના સમુદ્રમાં ફેરવાઈ ગયું હોય તેવું મનમોહક દ્રશ્ય ઊભું થયું હતું. જેની અનેક તસવીરોને વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા

અનંત અંબાણીએ હલ્દી રસમ ના ખાસ કાર્યક્રમ માટે અબુ જાની સંદીપ ખોસલાએ વિશિષ્ટ રીતે ડિઝાઈન કરેલા આઉટફિટ પહેર્યા હતા.હલ્દી રસમ ની તમામ તસવીરો સેલિબ્રિટી સ્ટાઈલિશ શાલીના નાથાનીએ 8 જુલાઈના રોજ તેમની હલ્દી સમારંભમાંથી અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની સુંદર તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ સાથે સમગ્ર અંબાણી પરિવારના સભ્યો પીળા રંગના પહેરવેશમાં જોવા મળ્યા હતા જેમાં તમામ લોકો ખૂબ જ આકર્ષક અને સુંદર લાગી રહ્યા છે.
અનંતે અબુ જાની સંદીપ ખોસલાએ ડિઝાઈન કરેલા સફેદ પેન્ટ અને જેકેટ સાથે પીળા રંગનો સરસવનો કુર્તો પસંદ કર્યો. બીજી તરફ, રાધિકા ડિઝાઇનર અનામિકા ખન્ના દ્વારા ખૂબસૂરત પહેરવેશમાં આકર્ષક દેખાવ કરી હતી. રાધિકાએ હલ્દી રસમ માટે તેના સુશોભિત લહેંગા ચોલીને ફૂલોથી બનેલા અલૌકિક દુપટ્ટા સાથે સ્ટાઇલ કરી હતી . તે મોગરાના ફૂલની કળીઓથી શણગારવામાં આવ્યું હતું જ્યારે બોર્ડર પર પીળા મેરીગોલ્ડના ફૂલો હતા. તેના હલ્દી લુકને પૂર્ણ કરવા માટે રાધિકાએ સુંદર ફ્લોરલ જ્વેલરી પહેરી હતી.

આ પહેલા મર્ચન્ટ પરિવારના ઘર આંગણે ગ્રહશાંતિ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાધિકા પરંપરાગત સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી અને તેની સાથે અન્ય પરિવારજન પણ જોવા મળ્યા હતા. આ વચ્ચે રાધિકાની બહેને પણ લોકોની વચ્ચે આકર્ષણનું કેન્દ્ર જણાવ્યું હતું. હાલમાં તો વર વધુ હલ્દીની પીઠીમાં રંગાઈ ગયા હતા જેમાં બંને લોકો ખૂબ જ ખુશ અને સુંદર લાગી રહ્યા છે અંબાણી પરિવારને ચાહનારાઓને પણ અનંત અને રાધિકા ની જોડી ખૂબ જ પસંદ આવી હતી.