કેદારનાથ ધામમાં જ આ છોકરીએ ઘૂંટણીએ બેસીને તેના પાર્ટનરને કર્યું પ્રપોઝ – વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ
આજકાલ લોકો સોશિયલ મીડિયામાં ખૂબ જ વધારે પ્રમાણમાં એક્ટિવ જોવા મળી રહ્યા છે તો ઘણા લોકો પોતાના જીવનમાં રોજબરોજ થતી પળો સોશિયલ મીડિયામાં શેર કરતા હોય છે. તો ઘણીવાર લોકો લગ્નના વિડીયો તથા પ્રપોઝ કરતા વિડીયો સોશિયલ મીડિયામાં શેર કરતા હોય છે જેમાં લોકો કમેન્ટ્સ કરીને અલગ અલગ પ્રતિસાદ આપતા હોય છે. આપણે ત્યાં પ્રેમને પવિત્ર સંબંધ માનવામાં આવે છે તેથી જ ઘણા લોકો પવિત્ર સ્થાન પર લગ્ન કરતા હોય છે તથા લગ્ન માટેનો પ્રસ્તાવ મૂકતા હોય છે.

આવો જ એક વિડીયો છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તે એક ચર્ચાનો વિષય પણ બની ગયો છે કારણ કે કેદારનાથમાં પ્રસિદ્ધ વગર વિશાખા નો તેના બોયફ્રેન્ડને પ્રપોઝ કરતો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. ત્યારે ઘણા લોકો તેમને શુભકામના પાઠવી રહ્યા છે તો ઘણા લોકો આવા પવિત્ર સ્થાન પર આવું કૃત્ય કરવા બદલ રોશે ભરાયા છે. વાયરલ વીડિયોમાં આપ જોઈ શકો છો કે બંને પરિસરમાં ઊભા છે અને બંનેએ પીળા કપડા પહેર્યા છે. આ પીળા કપડામાં બંને ખૂબ જ સુંદર અને આકર્ષક લાગી રહ્યા છે આ દરમિયાન જ બ્લોગર પોતાનો હાથ પાછો ફેરવીને વિડીયો બનાવનાર વ્યક્તિને તેના હાથમાં વીંટી આપે છે ત્યારબાદ વિશાખા નીચે બેસીને તેના પ્રેમી સમક્ષ પોતાના પ્રેમ વ્યક્ત કરે છે.
પરંતુ કેદારનાથના વરિષ્ઠ પુજારી તથા ત્યાંના વહીવટ કરતા લોકો ખૂબ જ રોષે ભરાયા હતા. કારણકે આવા પવિત્ર સ્થાન પર મર્યાદા રાખવી ખૂબ જ જરૂરી હોય છે જોકે કેદારનાથમાં રિલ્સ બનાવવાનો ક્રેઝ દિન પ્રતિદિન વધી રહ્યો છે તેથી જ આવા વિડિયો અવારનવાર આપણી સામે આવતા હોય છે. થોડા સમય પહેલા જ કેદારનાથના ગર્ભગૃહમાં પૈસા ઉડાવવાનો વિડીયો વાયરલ થયો હતો જેમાં ભાવિક ભક્તો ખૂબ જ રોષે ભરાયા હતા. ઘણીવાર પવિત્ર સ્થાન પર એવી ક્રિયાઓ જોવા મળે છે જે આપણને માથું શરમથી નીચું કરી દે છે. કેદારનાથ ભાવિક ભક્તો માટે ખૂબ જ સુંદર સ્થાન માનવામાં આવે છે દર વર્ષે કેદારનાથમાં ભાવિક ભક્તોની ખૂબ મોટા પ્રમાણમાં ભીડ જોવા મળે છે લોકો બાબા કેદારનાથના દર્શન કરી ધન્યતા અનુભવે છે.