કેન્યા ના એક યુવકએ કાજલ મહેરીયાના ગીત પર ખૂબ મોજ કરી બંને લોકોએ એક સાથે રિલ્સ બનાવી સોશિયલ મીડિયામાં શેર કરી
આજના સમયમાં ગુજરાતી ગીતો એટલા લોકપ્રિય બન્યા છે કે વિદેશના લોકો પણ આ ગીત ઉપર નાચતા જોવા મળે છે. હાલમાં આવો જ એક વિડીયો વાયરલ થયો છે જેમાં ઉત્તર ગુજરાતની પ્રખ્યાત લોક ગાયિકા કાજલ મહેરીયા એ આફ્રિકન યુવક સાથે ખૂબ જ સુંદર રિલ્સ બનાવી હતી. હાલમાં કાજલ મહેરીયા પોતાના વિદેશ પ્રવાસની મજા માણી રહી છે અને ત્યાંથી પોતાના જ આલ્બમ સોંગ ની એક રીલ સોશિયલ મીડિયામાં આફ્રિકન યુવક સાથે શેર કરી હતી.
આ વીડિયોમાં આફ્રિકન યુવક ગુજરાતી ગીત પર નાચતો જોવા મળે છે આ વિડીયો જોઈને તમને પણ થોડીવાર માટે ગરબા લેવાનું મન થઈ જશે. આ વિડીયો હાલમાં લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે કારણ કે ગુજરાતી ગીતો આજે આફ્રિકા જેવા દેશમાં પણ ધૂમ મચાવી રહ્યા છે તે આપણા સૌ માટે ખૂબ જ ગર્વની વાત છે. આ વીડિયોને અત્યાર સુધી લાખો લોકોએ જોયો છે જેમાં લોકોએ કોમેન્ટમાં પોતાના અલગ અલગ મંતવ્યો દર્શાવ્યા હતા.
કાજલ મહેરીયા આજના સમયમાં એક સફળ ગાયિકા બની ચૂકી છે. આ મુકામ સુધી પહોંચવા માટે તેણે પોતાના જીવનમાં અનેક સંઘર્ષોને પાર કરી આજના સમયમાં સફળતાના શિખરો પ્રાપ્ત કર્યા છે થોડા સમય પહેલા કાજલ મહેરિયા ના ઘરે કવિરાજ તરીકે જાણીતા જીગ્નેશ બારોટ પધાર્યા હતા જેનું કાજલ મહેરીયા એ ખૂબ જ શાનદાર અને ભવ્ય રીતે સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. કાજલ મહેરીયા આટલા મોટા કલાકાર હોવા છતાં ખૂબ જ સરળ સ્વભાવથી જીવવાનું પસંદ કરે છે આ કારણથી જ તેમના ઘરે અવારનવાર અનેક કલાકારો મહેમાન ગતિ કરતા હોય છે.
કાજલ મહેરીયા ના તમામ ગીતો યુવાનોને ખૂબ જ પસંદ આવે છે સાથે સાથે તમામ ગીત ઘાયલ પ્રેમી પંખીડા માટે હોય છે. કાજલ મહેરીયા અનેક લોકસંગીતના કાર્યક્રમમાં ગુજરાતના દિગ્ગજ કલાકાર સાથે જોવા મળે છે. સામાન્ય કુટુંબમાંથી આવતા કાજલ મહેરીયા આજે લક્ઝરીયસ જીવન જીવી રહ્યા છે અને પોતાના પરિવારને પણ ખૂબ જ પ્રેમ કરે છે કારણ કે કાજલ મહેરિયા ની દરેક સફળતા પાછળ તેમના પરિવારનો ખૂબ સાથ સહકાર અને પ્રેમ રહેલો છે.