લોક સેવક ખજૂર ભાઈ તેમની પત્ની અને માતા સાથે ચૈત્રી નવરાત્રી નિમિત્તે અન્નપૂર્ણા માતાજીના આશીર્વાદ લેવા પહોંચ્યા ખજૂર ભાઈ ની સાદગી એ ચાહકોના દિલ જીતી લીધા જુઓ સુંદર તસવીરો
આજે કોઈ ભાગ્યે જ એવું હશે કે જે લોક સેવક ખજૂર ભાઈને નહીં ઓળખતું હોય ખજૂર ભાઈએ પોતાના લોક સેવાના કાર્યોથી આજે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં એક અલગ ઊભી કરી છે. કોમેડી વિડિયો થી શરૂ કરી આજે ખજૂર ભાઈ અનેક લોક સેવાના કાર્યો માં હંમેશા આગળ રહ્યા છે તેણે અત્યાર સુધી અનેક નિરાધાર લોકોને આધાર આપી તેમને નવી જિંદગી આપી છે. આજ કારણથી ખજૂર ભાઈ આજે લાખો ચાહકો ના દિલમાં રાજ કરી રહ્યા છે.

ખજૂર ભાઈ ના પત્ની મીનાક્ષી દવે પણ તેમના દરેક સેવાના કાર્યોમાં હંમેશા સાથ અને સહકાર આપે છે. ઘણા ચાહકો તેમને રાધાકૃષ્ણ ની જોડી તરીકે ઓળખે છે. ખજૂર ભાઈ હંમેશા સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા પોતાના ચાહકો સાથે જોડાયેલા રહે છે. તે અનેક સેવાના વિડિયો પોસ્ટ કરી લોકોને સેવા પ્રત્યે જાગૃત કરે છે તથા અવારનવાર સંદેશો પણ આપતા હોય છે. લોકો દરેક વીડિયોને ખૂબ લાઈક અને કોમેન્ટ પણ કરતા હોય છે.

હાલમાં ખજૂર ભાઈ અને તેમની પત્ની એ અન્નપૂર્ણા માતાજીની મંદિરની મુલાકાત લીધી હતી.જેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવી હતી. વાયરલ તસવીરોમાં આપ જોઈ શકો છો કે ખજૂર ભાઈ અને તેમની પત્ની સાથે સાથે તેમના માતાશ્રી પણ જોવા મળી રહ્યા છે. ખજૂરભાઈ તથા તેમના પરિવારનો સાદગી ભર્યો લુક જોઈ તેમના ચાહકો ખૂબ ખુશ થઈ ગયા હતા. ખજૂર ભાઈ એ મંદિરની બહાર પોતાની પત્ની અને માતા સાથે ફોટા પડાવ્યા હતા.

જોકે ખજૂર ભાઈ લોક સેવાના કાર્યોમાં હંમેશા વ્યસ્ત રહે છે પરંતુ તેમાંથી સમય કાઢીને તે અવારનવાર અનેક મંદિરોની મુલાકાત લેતા જોવા મળે છે. ખજૂર ભાઈ હંમેશા પોતાની સંસ્કૃતિ અને સંસ્કારો સાથે જોડાયેલા રહે છે આ જ કારણથી ચાહકો તેમને ખૂબ પ્રેમ સાથ અને સહકાર આપે છે. હાલમાં તો આ તસવીરને લોકો ખૂબ જ શેર કરી રહ્યા છે તથા ખૂબ લાઈક અને કોમેન્ટ કરી ખજૂરભાઈ માટેનો પ્રેમ દર્શાવી રહ્યા છે.

One Comment