ખજૂર ભાઈ માટે સુરતના પિતા પુત્રીએ સાયકલ લઈને ચારધામની યાત્રા કરી, ખજૂર ભાઈ પણ થયા ભાવુક જુઓ વાયરલ વિડિયો
ગુજરાતના લોક સેવક ખજૂર ભાઈ આજે લાખો લોકોના દિલમાં રાજ કરી રહ્યા છે. ખજૂર ભાઈએ પોતાનું જીવન સેવા કાર્ય પાછળ સમર્પિત કરી દીધું છે આ કારણથી જ આજે તેઓ માત્ર ગુજરાતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ડંકો વગાડી રહ્યા છે તે દરેક ગુજરાતવાસીઓ માટે ખૂબ જ ગર્વની વાત છે. ખજૂર ભાઈ અત્યાર સુધી અનેક ગરીબોની મદદ કરી દરેક લોકોના દિલમાં વિશિષ્ટ સ્થાન મેળવ્યું છે. તેમની સાથે આજે લાખો લોકોના આશીર્વાદ રહેલા છે આ કારણથી તેઓ સફળતાના દરેક શિખરો પ્રાપ્ત કરી રહ્યા છે.

ખજૂર ભાઈ ને આજે લોકો ભગવાનનું સ્વરૂપ માને છે. હાલમાં વાયરલ થયેલા વિડિયો એ ખજૂર ભાઈ પ્રત્યે સન્માન વધારી દીધું છે. સુરતના અશોકભાઈ અને તેમની નાની દીકરી ક્રિષ્ના સાઇકલ લઈને ચારધામની યાત્રાએ જઈ રહ્યા છે. પરંતુ આ યાત્રા તે પોતાના માટે નહીં પરંતુ ખજૂરભાઈ માટે કરી રહ્યા છે કારણ કે અશોકભાઈ ની નાની દીકરી ક્રિષ્ના એ કહ્યું હતું કે આપણે ખજૂર ભાઈ માટે ચારધામની યાત્રા કરવી છે. આ વાતથી અશોકભાઈ ખૂબ જ ખુશ થયા હતા અને તેઓએ સાઇકલ દ્વારા ખજૂર ભાઈ માટે ચારધામની યાત્રા ની શરૂઆત કરી હતી.

આપને હજુ એક વાર જણાવી દઈએ કે અશોકભાઈ અને તેમની પુત્રી ક્રિષ્ના એ હજુ સુધી ખજૂર ભાઈ સાથે એક પણ વાર મુલાકાત કરી નથી પરંતુ માત્ર વીડિયોના માધ્યમ દ્વારા તેઓ ખજૂર ભાઈના સેવા કરી હતી ખૂબ જ ખુશ થયા હતા અને તેમણે ચારધામની યાત્રા કરવાનો સંકલ્પ કર્યો હતો. નાનકડી દીકરી ક્રિષ્ના ખજૂર ભાઈ માટે નિસ્વાર્થ ભાવે ચારધામની યાત્રા કરી તેમના સારા સ્વાસ્થ્ય અને જીવન માટે પ્રાર્થના કરી રહી છે.
આ વાત પરથી અંદાજો લગાવી શકાય કે ખજૂર ભાઈએ પોતાના સેવા કાર્યથી દરેક લોકોના દિલમાં પોતાની એક અલગ ઓળખ અને નામના ઉભી કરી છે. આ વિડીયો ખજૂર ભાઈએ જોતા ની સાથે જ તેમને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી સાથે સાથે આ વીડિયોમાં ખૂબ મોટી સંખ્યામાં લાઈક અને કોમેન્ટ આવી ચૂકી છે જેમાં દરેક લોકોએ નાનકડી દીકરી ક્રિષ્ના અને તેના પિતાના મન ભરીને વખાણ કર્યા હતા સાથે સાથે ખજૂર ભાઈએ અમેરિકામાં હોવા છતાં પણ બંને લોકોનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો અને ભારત આવીને સૌપ્રથમ તેમને મળવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી.